Abtak Media Google News

કમિશનર તુમારો નિકાલ કરી તાકીદે નિર્ણય જાહેર કરે તેવી લોકસંસદ વિચાર મંચની માંગ

કોર્પોરેશન દ્રારા વેરામાં એપ્રિલ અને મે માસમાં વેરામાં ૧૦ ટકા અને મહિલાઓના નામે મિલકત હોય તો ૧૫ ટકા વળતર આપે છે હાલ કોરોના ના કપરા કાળમાં આ વર્ષે ૩૦ જૂન સુધી યોજના  ચાલુ રાખવાની દરખાસ્ત વેરા વસૂલાત શાખામાંથી તારીખ ૧૧ મેંના રોજ મોકલવામાં આવી છે. આવી છે.  પરંતુ વેરા વળતર યોજના જૂનમાં ચાલુ રખાશે કે કેમ તે એક પ્રશ્ન છે ! આ અંગેની ફાઇલ માં આજ દિન સુધી કોઈ હકારાત્મક કે નકારાત્મક નિર્ણય લેવાયો નથી.આ અંગે કૉંગ્રેસના આગેવાનો દ્રારા  પૂછપરછ કરતાસામાન્ય માહિતીમાં પણ અધિકારીઓ ઠાગાઠૈયા કરી ચલક ચલાણું રમાડતા હોય છે. રાજકીય-સામાજિક કાર્યકરોને પણ આ રીતે ટલ્લે ચઢાવી અધિકારીઓ ‘ખો’ આપતા હોય તો સામાન્ય નાગરિકોની તો રાજકોટ મહાનગરપાલિકામાં શું દશા થતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમ ર વિરોધ પક્ષના પૂર્વ નેતા અતુલ રાજાણી અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે.

તેઓએ ઉમેર્યું હતું કે ,નગરજનોએ ગઈકાલ સુધીમાં ૧.૬૦ લાખ મિલકત ધારકોએ વળતર યોજનાનો લાભ લઇ ૫૫ કરોડ ૨૨ લાખ રૂપિયા જેવી માતબર રકમ મહાપાલિકાની તિજોરીમાં ઠાલવી  તિજોરી છલકાવી દીધી છે.

તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં વેરા વળતર લંબાવાની એજન્ડામાં દરખાસ્ત ન મુકાતા કમિશનને  ૧૧મીમેથી દરખાસ્ત મુકવામાં આવેલ છે. પરંતુ કમિશનર બ્રાન્ચમાંથી તુમારો નો નિકાલ ન કરાતો હોય આવી અગત્ય ની ફાઈલ પણ તુમારશાહી નો ભોગ બની છે. હવે બે દિવસ બાકી હોય અને એક દિવસ રવિવાર હોય ત્યારે વેરા વળતર યોજના જૂન સુધી લંબાવવા ઉપરોક્ત કોંગી આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી આ ફાઇલ પર તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે.

રાજકોટ મહાનગરપાલિકા મા રાજકોટના નગરજનોએ છેલ્લી ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મતો આપી જ્વલંત વિજય અપાવેલ છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની વહીવટી પાંખ પર ભાજપે પકડ ગુમાવતા મહાનગરપાલિકામાં બાબુશાહી ચાલતી હોય શહેરીજનો ત્રાહિમામ છે. ગુજરાતભરમાં સરકારી કચેરીઓમાં પણ ચાલતી લાલીયાવાડી અને બાબુશાહીથી પ્રજામાં લોકરોષ છે. ત્યારે આગામી ગુજરાતની વિધાનસભામાં ગુજરાતી પ્રજા ભાજપને ભરી પીવા તલપાપડ હોવાનું અંતમાં અતુલ રાજાણી અને ગજુભા ઝાલા એ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.