Abtak Media Google News

કાર પલ્ટી જતા યુવકનું મોત નિપજતા કલેઈમ કર્યો ‘તો

કાર પલટી જતા અકસ્માતમાં યુવાનના મોતના કિસ્સામાં મૃતકના વારસદારોને રૂ.27.95 લાખ નું જંગી વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ ગત તારીખ 8/2/2019 ના સાયલા તાલુકાના મોટા કેરાળા ગામે રહેતા ભરત બચુભાઈ ઝાપડિયા નામના યુવાનનું કાર પલટી જતા અકસ્માતમાં મોત થયું હતું. જેથી મૃતકના વારસદારોએ રાજકોટ કોર્ટમાં ક્લેઇમ કેસ કર્યો હતો.

આ કેસ ચાલી જતા અરજદારના વકીલની દલીલોને ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પ્રશાંત જૈને મૃતકની માસિક આવક રૂ.8500 ધ્યાનમાં લઇ તેમ જ તેના માતા પિતા પત્ની અને બે સગીર પુત્ર મૃતકના આશ્રિત હોય તે બાબતને પણ ધ્યાનમાં લઈને કેસ ચાર વર્ષ જેટલો સમય ચાલ્યો હોય ચાર વર્ષની વ્યાજ સહિતની કુલ રૂ. 27.95 રકમ એક માસમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને અરજદારોને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જે હુકમનું પાલન કરી વીમા કંપનીએ પૂરેપૂરી રકમ જમા કરાવી દીધી છે. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ રવિન્દ્ર ડી. ગોહેલ, શ્યામ ગોહિલ તેમજ મદદમાં હિરેન ગોહિલ, મીરા ગોહિલ, દર્શિત સોલંકી, દિનેશ ગોહિલ, પુનિત વેકરીયા, દિવ્યેશ કણજારીયા અને કિશન મારૂ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.