Abtak Media Google News

શાસકો હજી ચોગઠા ગોઠવે છે ત્યાં વિપક્ષ ફરિયાદો હલ કરવા માંડ્યા

કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ શહેરના નાગરિકોના લોકપ્રશ્નો અને ફરિયાદો જુલાઈ માસના દર ગુરુવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી રાજકોટ શહેરની પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે.આજે વર્ચ્યુઅલ લોકદરબાર યોજાયો હતો આ લોકદરબારને રાજકોટ શહેરના નાગરિકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ફક્ત ૩૦ મિનીટમાં જ ૨૬ અલગ અલગ પ્રકારની ફરિયાદો નોંધાવી હતી.

આ ફરિયાદોમાં પીવાના પાણીની ની ફરિયાદો વધુ પ્રમાણમાં નોંધાઈ છે તેમજ ગંદકી, સાફસફાઈ, કચરા ના ઢગલા, વરસાદી પાણી ભરાવા, રોડ-રસ્તામાં ખાડા, સીટી બસની અનિયમિતતા , ગટરના ઢાંકણા નાખવા, જી.ઈ.બી.નો થાંભલો શિફ્ટ કરવા સહિતની અલગ અલગ પ્રકારની કુલ ૨૬ ફરિયાદો રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીના વર્ચ્યુઅલ લોકદરબારમાં નોંધાઈ છે.

વધુમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે નગરજનો અમોને http://bit.ly/CLP_RMC ઓનલાઈન ડેસ્ક ઉપર વધુમાં વધુ ફરિયાદો લોક પ્રશ્નો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.