Abtak Media Google News

નવનિયુક્ત ઇન્કમટેક્ષ ચીફ કમિશનર વિનોદ પાંડેએ કરચોરો સામે કરી લાલ આંખ

રાજકોટ આવકવેરા વિભાગના નવા ઇન્કમટેકસ ચીફ કમિશ્નર તરીકે વિનોદ પાંડેએ ચાર્જસંભાળ્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ કર ચોરો સામે ચાલુ વર્ષ આવકવેરા વિભાગ કડક હાથે કામગીરી કરશે તેવો અણસાર પણ તેમણે આપી દીધો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ આવકવેરા વિભાગનો ટાર્ગેટ ‚ા ૧૫૪૫ કરોડ હોવાનું વિનોદ પાંડેએ જણાવ્યું હતું કે તેમણે ઉમેર્યુ છે કે ગત વર્ષ ૧૨૮૩ કરોડનો ટાર્ગેટ હતો પરંતુ આવક ‚ા ૧૩૦૦ કરોડની નજીક રહી હતી જયારે આ વર્ષ ટાર્ગેટમાં ૧૮ ટકાનો ગ્રોથ છે.

તેમણે આવકવેરા વિભાગની સખત કામગીરી અંગે ફોડ પાડતા ઉમેર્યુ હતું કે, જે ચોરી કરે છે તેને જ ડરવું જોઇએ પ્રમાણિક લોકોને જો ટેકસ કેવી રીતે ભરવો તેની જાણ ન હોય તો અમે તેમને મદદ કરીએ છીએ. આવકવેરા વિભાગની સફળ કામગીરી માટે લોકોનો સહકાર જ‚રી હોવાનું તેમણે ઉમેયુૃ હતું.

તેમણે ઇન્કમ ડીકલેરેશન સ્કીમ (આઇડીએસ) હાલ પ્રધાનમંત્રી ગ્રામીણ કલ્યાણ યોજનાથી વધુ સફળ હોવાનો મત વ્યકત કર્યો હતો. આઇડીએસ સરકારે સમજી વિચારીને બનાવેલી યોજના છે જેમાં હજુ ૫૦ ટકા રકમ જ જાહેર થઇ હોવાનું અને સપ્ટેમ્બર સુધીમા વધુ ૫૦ ટકા રકમ જાહેર થવાનું અનુમાન હોવાનું તેમણે કહ્યું હતું.

આઇડીએસનો ઉપયોગ રાજકોટના ૨૫૦ લોકોએ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  આગામી સમયમાં આવકવેરા વિભાગના અધિકારીઓને જયુરીડીકેશન નડશે નહી તેનાથી લોકોને સરળતા રહેશે. આવકવેરા વિભાગ કાયદા પાલન કરાવવાની સાથે સેવાની દ્રષ્ટ્રીએ પણ કામ કરી લોકોને અનુકુળ બનશે તેવું તેમણે ઉમેયું હતું.

નવ નિયુકત ઇન્કમટેકસ ચીફ કમિશ્નર વિનોદ પાંડેએ ૯૦ ટકા આઇટી રીટર્ન ઓનલાઇન ફાઇનલ થતાં હોવાનો દાવો કર્યો હતો. ઓનલાઇન કામગીરીના કારણે હવે રીફંડની પ્રક્રિયા ઝડપી થઇ હોયનું પણ તેમણે કહ્યું હતું. આવકવેરા વિભાગે ૧૮ લાખ લોકો ઇમેલથી સવાલો

પૂછયા હતા. જેનાથી ૯ લાખ લોકોએ જવાબ આપ્યા હતા બાકીના લોકોને નોટીસથી સવાલ પૂછાશે.આવકવેરા વિભાગ વિનામૂલ્યે રિટર્ન ફાઇલ કરી આપે છે !

રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા નાના કરદાતાઓ માઠે આવકવેરા વિભાગની ટેકસ પ્રીપેરર સ્ક્રીમ આશિર્વાદ‚પ બની રહી છે. આ સ્ક્રીમ હેઠળ આવકવેરા વિભાગ વિનામૂલ્યે રિટર્ન ફાઇલ કરી આપે છે. આ સ્ક્રીમનો લાભ લેવા આવકવેરા વિભાગની વેબસાઇટwww.income taxindia.gov.inઉપર જઇ ટી.આર.પી. વિકલ્પ પસંદ કરવાનો હોય છે ત્યારબાદ સંપર્કની વિગતો ભર્યા બાદ આવકવેરા વિભાગનો કર્મચારી સામેથી કરદાતા સંપર્ક કરે છે અને વિનામૂલ્યે રિટર્ન ફાઇલ કરી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.