Abtak Media Google News

બે પૂત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ

શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં એસઆરપી કેમ્પમાં રહેતા એસઆરપી જવાનનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. બહેનોએ એકનો એક ભાઈ અને બે માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ સર્જાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વરમાં આવેલા એસઆરપી કેમ્પમાં રહેતા અને એસઆરપી ગ્રુપ નંબર 13માં ફરજ બજાવતા જયેશભાઈ ધીરુભાઈ ડોડીયા નામનો 36 વર્ષનો જવાન સવારના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. એસઆરપી જવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે ફરજ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે જાણ થતાં સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જેથી યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયેશભાઈ ડોડીયા તળાજા પંથકનો વતની હતો. અને 2008ની ભરતીમાં તે એસઆરપીમાં સિલેક્ટ થયો હતો. ઘંટેશ્વર એસઆરપી ગ્રુપ 13માં તે ફરજ બજાવતો હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે અને તે બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.