Abtak Media Google News

સર્વેશ્ર્વર ચોકમાં એક સપ્તાહ પૂર્વે ગરાસીયા યુવાન પર ખૂની હુમલો કરવાના ગુનામાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરી હુમલામાં અન્ય કોણ સંડોવાયું છે. અને નવ દિવસ સુધી કયા આશરો મેળવ્યો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે. ત્યારે દેવાયત ખવડ અને તેના સાગરીતોના 2 દિવસના રિમાન્ડ  JMFC કોર્ટ મંજુર કર્યા છે.

Advertisement

સાહિત્યકાર દેવાયત ખવડ ને જીએમએફસી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે હજુ 48 કલાક સુધી દેવાયત ખવડને પોલીસના કબજામાં રહેવું પડશે અને પોલીસ દ્વારા આ ગુના બાબતે પૂછપરછ તેમજ અન્ય કાર્યવાહી કરવામાં આવશે સોમવારે 4:00 વાગ્યે ફરીથી કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કરાશે.

રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ પરિવાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડાના કારણે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ સંપતસિંહ રાણા સાથે ઘર્ષણ થયું હતું. પટેલ પરિવાર અને રાણા પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન લંડન સ્થીત જય પટેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી થઇ હતી અને તેને વિદેશથી ઇન્સ્ટાગ્રામ દ્વારા બેફામ વાણી વિલાશ કર્યો હતો.

છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ સર્વેશ્ર્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા પર પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા ડી.સી.પી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા અને એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે હત્યાની કોશિષના ગુનામાં ધરપકડ કરી એ ડિવિઝન પોલીસનો સોપી દેતા એસીપી ભાર્ગવ પંડયા અને પી.આઇ. કે.એન.ભુકણ સહિતના સ્ટાફે તેની સાથે હત્યાની કોશિષના ગુનામાં તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે, કાર કબ્જે કરવાની બાકી છે. અને હુમલા બાદ કયાં આશરો મેળવ્યો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.