Abtak Media Google News

રાજકોટ એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એમ.ચાવડા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા મનોજભાઇ બાયલ તથા ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડા વિગેરે એમ બધા ગોંડલ – જેતપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાજકોટ જુનાગઢ નેશનલ હાઇવે રોડ ઉપર ગોમટા ગામના પાટીયા પાસે પહોંચતા, રોડના ડીવાઇડર પાસે બે નાના બાળકો ચાલીને જતા હોય, જેથી શંકા આધારે તેઓને રોકી, રોડની સાઇડમાં લઇ જઇ પુછપરછ કરતા, બન્ને બાળકો એકદમ ગભરાઇ ગયેલ હતા. અને પોતાના કે પોતાના માતા પિતા વિશે કોઇ જવાબ આપેલ નહીં જેથી, બન્ને બાળકોને શાંતિથી બેસાડી, તેઓને (ભાગ) નાસ્તો અપાવી, વિશ્વાસમાં લઇ, ફરીથી પુછપરછ કરતા, તેઓએ પોતાના નામ ગૌરવ ઉ.વ. ૯ વર્ષ તથા કાનો ઉ.વ. ૬ વર્ષ વાળા હોવાનું જણાવેલ તથા તેના પિતાનું નામ જણાવેલ નહીં પરંતુ પોતાના પિતા ગોંડલમાં ફ્રુટનો વેપાર કરતા હોવાનું જણાવેલ હતુ.

જેથી, તુરત જ ગોંડલ વિસ્તોરના વિશ્વાશું માણસો મારફતે હકિકત મેળવી આ બાળકોના પિતા જીજ્ઞેશભાઇ કિશોરભાઇ રાદડીયા જાતે.પટેલ ઉ.વ.૨૮ ધંધો.ફ્રુટનો વેપાર રહે. ગોંડલ, કાનદાદાની મીલ પાસે, વૃન્દાવન સોસાયટી વાળા હોવાની હકિકત મેળવી તેઓનો ફોન નંબર મેળવી તેઓનો સંપર્ક કરી, પુછપરછ કરતા તેઓના બાળકો આજ રોજ બપોરના કલાક ૧૬/૦૦ વાગ્યાની આસપાસ ગુમ થયેલ છે. અને પોતે ગોંડલ સીટી વિસ્તારમાં તેની શોધખોળ કરી રહેલ છે. તેવી હકિકત જણાવતા તેઓને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ બન્ને બાળકોને તેના માતા પિતાને સોંપી આપવાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.