Abtak Media Google News

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખુમાર દેશભરમાં છવાયો છે. સનાતન ગૌરવનો ઉત્સવ શરુ થઈ ગયો છે. રામ મંદિર માટે સદીઓ સુધી સંઘર્ષ ચાલ્યા બાદ સનાતનનો શંખનાદ થયો છે.  રામ જન્મભૂમિ વિવાદમાં 1992ની સાલનો ડિસેમ્બર મહિનો નિર્ણાયક સાબિત થયો હતો. લાખો કારસેવકોએ વિવાદી ઢાંચો ધ્વસ્ત કર્યો હતો. આ ઐતિહાસિક ઘટનામાં રાજકોટમાં કારસેવકો પણ જોડાયા હતા.

Advertisement

Img 20240119 Wa0101

કશ્યપ શુકલ, પ્રકાશ ટીપર અને  જગદીશ છાપીયા સહિતના લાખો કાર સેવકોએ તાકાત  દેખાડતા મસ્જીદનો વિવાદીત ઢાંચો  ક્ષણભરમાં તુટયો હતો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ મહાનગરપાલિકાના દંડક  મનીષભાઈ રાડિયાએ 6 ડિસેમ્બર 1992ના દિનની સ્મૃતિ તાજી કરતા રોમાંચક વર્ણન કર્યું હતું.  કારસેવાની હાંકલ થતા રાજકોટથી મનીષભાઈ રાડિયા , ભાજપના વરિષ્ઠ નેતા કશ્યપભાઈ હુકલ, જગદીશભાઈ છાપિયા, ગૌતમભાઈ શુકલ, યોગેશભાઈ દવે, જગદીશભાઈ દવે અને  કાર્તિકભાઈ વગેરે પણ કારસેવક તરીકે અયોધ્યા પહોંચ્યા હતા.Img 20240119 Wa0103 મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, ત્યારે મારી ઉંમર 27 વર્ષની હતી. અમે પમી ડિસેમ્બરે અયોધ્યા પહોંચ્યા હતા. રોમાંચ અને ઉત્સાહ છવાયેલા હતા. દેશભરમાંથી લાખો સેવડો ઉમટ્યા હતા,અમે અયોધ્યા પહોંચીને વિવાદી ઢાંચાના દર્શન કર્યા, ઘર અને મંદિરમાં ઉતારા અપાયા હતા. 6 ડીસેમ્બરની સવારે વિવાદી ઢાંચા આસપાસ લાખો કારસેવકો પહોંચ્યા હતા. આખુ અયોધ્યા કારસેવકોથી છલકતું હતું. અમને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. દીવાલો ઠેકીને અમે બહાર આવ્યા હતા.

વિવાદી ઢાંચાના વિસ્તારોમાં બેરીગેટ લગાવ્યા હતા. કારસેવકોના વિરાટ પ્રવાહે બેરીગેટ હટાવીને વિવાદી ઢાંચા તરફ કુંચ કરી, ઢાંચા પર રીતસર આક્રમણ થયું અને એક કલાકમાં એ ઢાંચો ઈતિહાસ બની ગયો હતો,  ઢાંચો તૂટ્યાના ક્ષણવારમાં તો કાટમાળ પણ સાફ થઈ ગયો અને રામલાની સ્થાપના પણ થઈ ગઈ હતી.Img 20240119 Wa0104

આ ઐતિહાસિક ઘટનાનો હિસ્સો બન્યાનું ગૌરવ વ્યકત કરતા  મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હ્યું કે, એ દિવસે અયોધ્યામાં ઘર-ઘર ઉત્સવ થયો હતો. વળતા અને રાજકોટ તરફ આવવા ટ્રેનમાં નીકળ્યા, પરંતુ અતિ ભીડ હતી. ટ્રેનમાં અન્ય મુસાફરોએ કારસેવકો માટે જગ્યા કરી આપી હતી. ભોપાલમાં કફર્યુંના કારણે ટ્રેન રોકી દેવાઈ હતી. અન્ય મુસાફરોએ કારસેવકોને ભોજન આપવા સહિતની સેવા કરી હતી.

મનીષભાઈ રાડિયા અંતમાં કહે છે કે, ટ્રેન રાજકોટ આવી ત્યારે જય શ્રી રામના નારા સાથે રેલ્વે સ્ટેશન ગુંજયું હતું. રેલ્વે સ્ટેશન પર જ અમારા સન્માન થયા હતા. આ ક્ષણો જીવનની અવિસારણણીય બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.