Abtak Media Google News

ર૮મીથી ભકિતનગર રેલવે સ્ટેશન પર કલાય એકશન સ્પેશિયલ પ્રદર્શન ટ્રેન આવશે

પર્યાવરણ, જળવાયુ, કેસસ્ટડી અને બાળ માટે કિડસ ઝોન કોચ બનશે આકર્ષણનું કેન્દ્ર

સાયન્સ એકસપ્રેસ પ્રદર્શન ટ્રેન જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી ,, પર્યાવરણ, વન તથા વાયુ પરીવર્તન તથા રેલવે મંત્રાલય સાથે ભારતીય વન્ય જીવન સંસ્થા તેમજ વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના સંયુકત પ્રયાસોથી સાયન્સ એકસપ્રેસ કલાયમેન એકશન સ્પેશીયલ પ્રદર્શન ટ્રેન તા. ૨૮ થી ૩૧ સુધી ભકિતનગર સ્ટેશન પર દર્શકો માટે નિ:શુલ્ક ઉપલબઘ્ રહેશે.

સાયન્સ એકસપ્રેસ પ્રદર્શન ટ્રેન ઓકટોબર ૨૦૦૭ થી દેશમાં ભ્રમણ કરે છે આ વર્ષે તેનું નવમું ચરણ છે. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રેલ મંત્રી સુરેશ પ્રભુએ આ ટ્રેનને લીલીઝંડી બતાવીને દિલ્હીથીસ પ્રસ્થાન કરાવ્યું હતું.

સાયન્સ એકસપ્રેસ પ્રદર્શન ટ્રેનના વિભિન્ન કોચમાં પર્યાવરણ તથા વન અને જળવાયુ પરીવર્તન ના વિવિધ મુદ્દાઓ પર માહીતી કેસ સ્ટડી તથા સમસ્યાઓને રસપ્રદ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. બાળકો માટે કિડસ ઝોન હોય પણ છે. જેમાં મોડેલ્સ અને રમતો રાખેલ છે. વિજ્ઞાન અને ગણીત ના શિક્ષકોની ક્ષમતા નિર્માણ માટે ચર્ચા તથા પ્રશિક્ષણ ની સુવિધા સાથે આ ટ્રેન પર્યાવરણ, વિજ્ઞાન ગણીત વિગેરે વિષયોમાં રસ ધરાવનારાઓ માટે અનોખું આકર્ષણ છે.

આ પ્રદર્શન ટ્રેનમાં પ્રવેશ નિ:શુલ્ક છે.જેનો સમય સવારે ૧૦ થી સાંજના ૫ સુધીનો રહેશે.મુલાકાતીઓએ તેમની સાથે મોબાઇલ, કેમેરા, બેગ, માચીસ, સિગારેટ બીડી તમાકુ ગુટકા પાણીની બોટલ તથા કોઇપણ પ્રકારના પીણા તેમજ કોઇ અણીદાર વસ્તુઓ લઇને પ્રવેશ કરવો નહી તથા ટ્રેન સ્ટાફને સુચનાઓનું પાલન કરવું રાજકોટ રેલવે તંત્ર અધિકારીઓએ યાદીમાં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.