Abtak Media Google News

કેનેડાનાં એડમેન્ટોન શહેરમાં તા.૩ માર્ચથી ૭ માર્ચ-૨૦૧૮ સુધી ક્લાયમેન્ટ ચેંજ અંગેની ગ્લોબલ મેયર સમિટમાં ભાગ લેવા માટે રાજકોટનાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયને આમંત્રણ મળ્યું છે. રાજકોટનાં મેયરને એડમેન્ટોન શહેરનાં મેયર ડોન ઇવેસન દ્વારા આ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સેમિનારમાં ભાગ લેવા જઇ રહેલ ડો. જૈમન ઉપાધ્યાયે વિઝા માટે તૈયાર કરેલી પ્રોફાઇલથી પ્રભાવિત થઇ કેનેડા સરકારે વિઝીટર્સ વિઝાની જગ્યાએ ૭ વર્ષનાં વિઝા તેમજ મલ્ટીયલ વિઝિટ એક્સેસ અને બિઝનેશ વિઝા પણ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે રાજકોટનાં મેયર દ્વારા સેમિનારમાં ભાગ લેવા જવા માટેનાં વિઝા જ માંગવામાં આવ્યા હતા. પરંતુ ડો.ઉપાધ્યાયની પ્રોફાઇલ તેમજ યુ.એસ.એનાં ૧૦ વર્ષનાં વિઝાની વિગતો જોતા કેનેડા સરકારે ૭ વર્ષનાં વિઝા મંજૂર કર્યા છે. જે રાજકોટ શહેર માટે અને ખાસ કરીને રાજકોટ કોર્પોરેશનની ગૌરવ લેવા જેવી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.