Abtak Media Google News

શહેરમાં જામનગર રોડ પર વાલ્મિકી વાડીમાં રહેતા દંપતીના ઝઘડામાં પડોશીએ રાડો પાડવા બાબતે તલવાર અને પાઈપથી પાડોશી પ્ર હિંચકારો હુમલો કરી ઘરમાં તોડફોડ કરી આતંક મચાવતા પ્ર.નગર પોલીસ દ્વારા ત્રણેય શખ્સો સામે ફરીયાદ નોંધી તેની શોધખોળ હાથધરી છે.બનાવ અંગેની વિગતો મુજબ જામનગર રોડ પર આવેલ વાલ્મિકી વાડી ક્વાર્ટરમાં રહેતાં પુનમબેન ઘનશ્યામભાઇ લઢેર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં અનમોલ રમેશ વાળા, હાર્દિક ગોપાલ ઝાલા અને એક અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે સફાઇકામ અને તેના પતિ મજૂરીકામ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

દેકારો કરવા બાબતે ત્રણ શખ્સોએ ઘરમાં તોડફોડ કરી આતંક મચાવી ધોકા-પાઇપ વડે માર મારતા નોંધાતો ગુનો

ગઈકાલે રાત્રીના સાડા દશેક વાગ્યે તેણીને તેના પતિ સાથે જમવા બાબતે બોલાચાલી થતી હોય અને તેના પતિ મોટા અવાજેથી બોલતાં હોય જેથી પાડોશમાં રહેતો અનમોલ વાળા તેનો સાળો હાર્દીક ઝાલા અને એક અજાણ્યો શખ્સ ઘસી આવેલ અને તેણીના પતિને કહેવા લાગેલ કે, તું શું કામે અમારી સામે રાડો પાડ છો કહી તેઓ જમતા હતા તે વાસણો ફગાવી દીધેલ અને અનમોલના હાથમાં રહેલ તલવારથી તેમની પર હુમલો કરતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી અને તેણીની પુત્રીને ઘકકો મારી પાડી દિધેલ હતી.

તેમજ અન્ય શખ્સે તેની પાસે રહેલ પાઇપથી ગળામાં દબાવી રાખી બાદમાં ધક્કો મારી દિધેલ અને તેણીના પતિને અનમોલ તથા હાર્દિકે બેફામ ઢીકાપાટુ મારી તેનો મોબાઇલ ઘા કરીને તોડી નાખેલ હતો.તેમજ ધમકી આપેલ કે, હવે તમે ઘર બહાર નીકળી જોવો કહી મારી નાખવાની ઘમકી આપેલ હતી. જ્યારે ઘટનામાં તેણીના પતિને હાથમાં ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.હાલ બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.