Abtak Media Google News

સામા કાંઠાના કોંગ્રેસી કાર્યકર ચાંદનીબેન લીંબાસીયાના મકાનમાંથી અડધા લાખના ઇગ્લીશ દારૂ મળી આવ્યો હતો તે કેસમાં વોર્ડ નં. 17 ના પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર સ્નેહાબેન દવેના પતિ બીપીન જેશંકર દવે નું નામ ખુલતા તેની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.માલિયાસણમાં આવેલા ફાર્મ હાઉસમાં પતિની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરીંગ કરનાર ચાંદનીબેનનો વિડીયો વાયરલ થતા ક્રાઇમ બ્રાંચ ચુંટણલીના આગલા દિવસે તેના ઘરે તપાસમાં ગઇ ત્યારે જડતી દરમિયાન રૂ. પ1 હજારના અંગ્રેજી દારુ મળી આવ્યો હતા. જેથી ક્રાઇમ બ્રાંચે પ્રોહીબીશનનો ગુનો નોંધી ચાંદનીબેનની ધરપકડ કરી હતી.જયારે આ ગુનામાં તેનો પતિ પિયુષ હજુ પણ ફરાર છે. આ દરમિયાન લીંબાસીયા દંપતીને અંગ્રેજી દારુ અને બીયરનો જથ્થો આરોપી બીપીન દવેની હેલ્થ પરમીટમાંથી ખરીદ કર્યાનું બહાર આવતા તેની પણ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કી છે.ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે,  બીપીન પાસે છેલ્લા ચાર વર્ષથી હેલ્થ એટલે કે દારૂની પરમીટ છે. તેણે અન્ય કોઇને દારૂ બીયરનો જથ્થો આપ્યો છે કે વેચ્યો છે કે કેમ તે અંગે તેની સઘન પુછપરછ કરવામાં આવશે.એટલું જ નહીં આ ગુનામાં વોન્ટેડ પિયુષને જો કોઇએ આશરો આપ્યો હશે તો તેની વિરુઘ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાંદનીબેનને અદાલતે શરતોને આધીન જામીન મુકત કરી હતી.શરતનો ભંગ કરતા તેના જામીન રદ કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.