Abtak Media Google News

કારનો મુસાફર ‘ઠગ’ નિકળ્યો

હોટલે જમવાના બહાને ચાલકને ઉતારી કાર લઈને રફુચકકર થયો: ભાડે કાર મેળવી વેંચવાની પ્રેરવી કરી: મોરબી એલ.સી.બી.ને મળી સફળતા

મોરબી કાઇમ બ્રાન્ચની ટીમે પોકેટકોપ એપની મદદથી એક કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બીજી ચોરી/છળકપટથી મેળવેલ કાર મળી બે કાર સહીત કુલ રૂ. 8,05,000/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ  ” કાર સાથે ઘવલગીરી વિજયગૌરી ગોસાઇ (રહે. રાજકોટ)ને ખાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની કાર સાથે પકડી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા કાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ મુદામાલની હોવાનું જણાય આવતા મજકૂરની વિશેષ પુછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકર (રહે, રાજકોટ) સાથે મળી કાર મોરબી બાયપાસ રોડ, શેરે પંજાબ હોટલે ડ્રાઇવરને જમવાના બહાને કારમાંથી ઉતારી કાર ચોરી લઇ જઇ ભાગી ગયેલનું જણાવેલ તેમજ રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી કાર ભાડેથી લઇ જવાનું કહી આશરે અઢી- ત્રણ માસ પહેલાં ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે ધવલગીરી વિજયગીરી ગોસાઇ (રહે.પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગર રોડ, રાજકોટ)ને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. તેમજ આનંદભાઇ શાંતિલાલ ઠકકર (રહે, બેડી ચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં-01, રાજકોટ)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.