Abtak Media Google News

આતંકવાદી પ્રવૃત્તિ માટે વિદેશથી ફંડ એકઠું કરવામાં આવતુ હોવાની શંકા

રાણપુર ઉપરાંત સુરતના સરાઇ અને વાપીમાં શકમંદોની ચાલતી પુછપરછમાં વાંધાજનક સાહિત્ય કબ્જે કરાયુ

દેશમાં સોશ્યલ મીડીયા મારફત યુવાનોને કટ્ટરપંથ તરફ  વાળવાની  પ્રવૃતી સંદર્ભે રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એન.આઇ.એ.)  દ્વારા  ગઝવા – એ – હિંદ  મામલે ચલાવાતી તપાસમાં આજે દેશભરનાં 9 થી વધુ સ્થળોએ દરોડા (તપાસ) ની કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે.  જેમાં ગુજરાતનાં સુરત, વાપી ત્થા બોટાદમાં ગઝવા-એ-હિંદ સાથે સક્રીય રીતે સંકળાયેલા હોય તેવા કેટલીક વ્યકિતઓની પુછપરછ હાથ ધરી તેના કબ્જામાંથી કેટલાક વાંધાજનક સાહીત્યને પણ કબ્જે કરવામાં આવ્યું છે. તાજેતરમાં એનઆઇએ દ્વારા મહમદઅલીની ધરપકડ  કર્યા બાદ પુછપરછમાં ખુલવા પામેલી વિગતોનાં આધારે આજે સુરત, વાપી  તથા  બોટાદમાં સુધી તપાસ નો  દૌર લંબાવ્યો છે.

બોટાદ તાબાનાં રાણપુરનાં મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અશરફ વાડીયાની એનઆઇએની ટીમ દ્વારા પુછપરછ હાથ ધરવામાં  આવી હતી આ ઉપરાંત સુરત શહેરનાં મુગલસરાઇ વિસ્તારમાં  અને  વાપીમાં પણ એનઆઇએની ટીમ દ્વારા ગઝવા-એ-હિંદ સાથે  ધરોબો  ધરાવતા શખ્સોની  પૂછપરછ  હાથ  ધરી છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી  એ દેશભરમાં ગઝવા-એ-હિંદ સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા  જેમાં  મહારાષ્ટ્રમાં 3, ગુજરાતમાં 3 અને મધ્ય પ્રદેશમાં 1 જગ્યાએ દરોડા પાડ્યા છે.  ગઝવા અલ હિંદ કેસ મામલે  એનઆઇએ ટીમ  ગુજરાતમાં વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે.   આતંકવાદી કૃત્યો કરવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રભાવશાળી યુવાનોના કટ્ટરપંથી સંબંધિત છે.  એનઆઇએનાં અધિકારીઓ દ્વારા સર્ચ કરાયેલા સ્થળોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી યુવાનોના રહેણાંક વિસ્તારનો સમાવેશ થાય છે.

એનઆઇએ એ બિહારના ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 22 જુલાઈએ ગઝવા-એ-હિંદ સંબંધિત કેસ નોંધ્યો હતો.ફુલવારીશરીફ કેસની તપાસમાં  એવું જાણવા મળ્યું છે કે  મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ છે,  વોટ્સએપ ગ્રુપ  મારફતે ગઝવા-એ-હિંદ દ્વારા અનેક વિદેશી સંસ્થાઓના સંપર્કમાં હતો. મર્ગુબ અહેમદ દાનિશના આ વોટ્સએપ ગ્રુપમાં પ્રભાવશાળી યુવાનોને કટ્ટરપંથી બનાવવાના હેતુથી કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો અને ગતિવિધિઓને વખાણવામાં આવી રહી હતી.  બીજું વોટ્સએપ ગ્રુપ   બનાવ્યું  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.