Abtak Media Google News

રાજકોટમાં ચકચારી જમીન પ્રકરણમાં સોની વેપારી પિતા-પુત્રને ધમકાવી રૂ.૭.૫૦ લાખની લાંચ લેવાના બનાવમાં એસીબી ટીમે એફ.એસ.એલ અને જરૂરી રેકોર્ડ અંગે તપાસ કરતા કુવાડવાના પુર્વ અને હાલ સુરત ખાતે ફરજ બજાવતા પીઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોધી પીઆઈની અટકાયત કરી તેની ધરપકડ કરવાની તેમજ પીઆઈ રાઇટરને પકડી લેવા મથમાણ કરી હતી .

વેપારીને વ્યાજખોરીના ખોટા કેસમાં ફીટ કરવી રૂ.૭.૫૦ લાખનો તોડ કર્યો હતો

FSL અને રેકોર્ડ પુરાવામા લાંચ લીધાનુ બહાર આવતા નોંધાતો ગુનો

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા અને સોનીબઝારમાં સોનાના દાગીના બનાવી વેચતા ગીરીશભાઈ મનસુખભાઈ પરમાર એ ૨૦૧૨ દરમ્યાન તેની કુવાડવા પાસેની જમીનો સોદો શંભુભાઈ સાથે નકકી કર્યો હતો અને એક લાખ સુધી પેટે લઈ સાટાખત કરી દિધુ હતુ અને એક વર્ષમાં દસ્તાવેજ કરી બાકીના રૂપીયા આપવાનુ નકકી થયું હતુ દરમ્યાન આ જમીન પર મયુર સોરઠીયા નામના વ્યકિતએ દાવો કર્યો હતો અને તે કોર્ટમાં કેસ હારી જતા તે કુવાડવા પોલીસમાં અરજી કરી હતી અને તેને આ જમીન ૨૦૧૩ માં જમીન ખરીદી હતી પરંતુ કોઈ આધાર ન આપ્યા હોય અને વધુ એક રણજીત સોલંકી નામની વ્યકિત આવી અને તેને વેપારી પાસેથી ૩૦ લાખ વ્યાજે લીધા હોય અને વ્યાજ પણ ચુકવતા હોય તેની સામે વ્યાજ ખોરીનો ગુનો નોંધવા ફરીયાદ કરી હતી કુવાડવા પોલીસ મથકના પીઆઈ

એમ.સી. વાળા અને તેના રાઈટર હિતેશ ગઢવી એ વેપારી અને તેના પિતાને બોલાવી વ્યાજખોરીના ખોટા કેશમા ફીટ કરી દેવાની ધમકી આપી તેમજ તમે જમીનમા ૬૭ લાખ વધુ મળ્યા એટલે સાનાખત રદ કરવી નાખ્યુ હવે તમારે ૧૦ લાખ આપવા પડશે ત્યાર રૂ.૭.૫૦ લાખ આપવાનુ નકકી થયુ હતુ અને ત્યાર બાદ પોલીસ મેન હિતેશ ગઢવીએ લાંચના રૂપીયા લીધા હોવાની ફરીયાદ પરથી એસીબીના પીઆઈ ગોહીલ સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

એસીબી સ્ટાફે તપાસ કરતા પીઆઈ એમસી વાળા અને કોન્સ.હીતેશ અનુભાઈ ઔસુરા અને લાંચની રકમ પડાવી હોય તે એફએસએલ અને જરૂરી પુરાવાના આધારે બહાર આવતા પીઆઈ વાળાની સુરતખાતેથી અટકાયત કરી તેને રાજકોટ લઈ આવ્યા બાદ તેની ધરપકડ કરી છે. તેમજ કોન્સ. નાસી જતા તેને પકડી લેવા મથામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.