Abtak Media Google News
  • પોલીસના તુટેલા મોરલ અને કથળેલા કાયદો અને વ્યવસ્થા માટે તાકીદે સોલ્યુશન લાવવા રાજકોટની પ્રજાનો સહકાર જરૂરી
  • રાજકોટની જનતાને આશ્ર્વાસન આપવા માગુ છુ કે, સ્વચ્છ અને પાર્દશક પોલીસીંગ કરી બતાવીશું
  • રાજકોટ પોલીસની ખરડાયેલી છબી સુધારવા કપરા ચઢાણ છે પરંતુ હું જાદુગરની જેમ ટોપીમાંથી કોઇ વસ્તુ કાઢી સ્થિતી સુધારી ન શકું

રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર બે દિવસ પહેલાં ગાંધીનગર આમર્ડ યુનિટના વડા રાજુ ભાર્ગવની નિમણુંક કરાયા બાદ રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો રાજુ ભાર્ગવે આજે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસના તુટેલા મોરલ અને કથડેલા કાયદો વ્યવસ્થા તેમજ પોલીસની ખરડાયેલી છાપ સુધારવા સહિતના અનેક પડકારો વચ્ચે કામ કરવાનું છે પરંતુ ટૂંક સમયમાં જ આ તમામ બાબતે અભ્યાસ કરી ઝડપથી સોલ્યુશન લાવવામાં આવશે તેમ કહી આ તમામ પડકારોને પહોચી વળવા રાજકોટની પ્રજાનો સાથ સહકાર મળી રહે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. રાજકોટની જનતાને આશ્રવશન આપુ છુ કે, સ્વચ્છ અને પાર્દશક પોલીસીંગ કરીને બતાવશું તેમ તેઓએ ઉમેર્યુ હતું.

Advertisement

Dsc 6313 Scaled

પોલીસની પ્રાથમિકતા તો કાયદો અને વ્યવસ્થાની જાળવણીની હોય છે. આગામી છ માસમાં વિધાનસભાની ચૂંટણી પણ છે. સાથે સાથે અનેક તહેવારો પણ આવી રહ્યા છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પુરેપુરૂ પાલન થાય તે પોતાની પ્રાથમિકતા રહેશે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું.

રાજકોટમા વિવિધ પ્રકારના ક્રાઇમ અને ટ્રાફિકને લગતા વિવિધ પ્રશ્ર્નો હોવાની પોતાને જાણકારી છે. આ તમામ પ્રશ્ર્નોનો તાકીદે ઉકેલ લાવવા બધાને સાથે રાખવામાં આવશે તેમજ જરૂરી તમામ કાર્યવાહી ઝડપથી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું હતું.

રાજકોટમાં છેલ્લા 85 દિવસથી પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યા પર નિમણુંક પામી ચાર્જ સંભાળતા રાજુ ભાર્ગવે રાજકોટની પ્રજાને અપીલ કરતા કહ્યુ હતું કે પોલીસને બને એટલો વધુ સહકાર આપશો તો પોલીસ પણ બને એટલું વધુ સારૂ કામ કરી પ્રજાની સારી સેવા કરી શકે તેમ છે.

Dsc 6306 Scaled

સર્કીંટ હાઉસ ખાતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવકારવા માટે જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-2 સુધિર દેસાઇ, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા, જે.એસ.ગેડમ, બારૈયા, ટંડેલ, પી.આઇ. વાય.બી.જાડેજા અને જે.વી.ધોળા સહિતના તમામ પોલીસ ઇન્સ્પેકટર અને પી.એસ.આઇ. ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા રાજુ ભાર્ગવ 1995ની બેન્ચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓએ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે પસંશનીય ફરજ બજાવી છે. જ્યારે સુરત શહેર ડીસીપી, ઉપરાંત સીઆઇડી ક્રાઇમ અને અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવી છે. તેમજ કેન્દ્રમાં ડેપ્યુટેશન પરથી પરત આવ્યા ગાંધીનગર ખાતે આમર્સ યુનિટના વડા તરીકે ફરજ બજાવતા આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવની રાજકોટના પોલીસ કમિશર તરીકેની નિમણુંક થયા બાદ તેઓએ આજે ચાર્જ સંભાળ્યો હતો.

Dsc 6318 Scaled

હું કોઇ જાદુગરની જેમ ટોપીમાંથી કોઇ વસ્તુ કાઢી શકુ તેમ નથી

પોલીસની છબી સુધારવા માટે કયાં પગલા લેવા જરૂરી છે તે સમજવા થોડો સમય આપો એથી હું સમજી શકુ કારણ કે, હું કોઇ જાદુગર નથી કે ટોપીમાંથી કોઇ વસ્તુ કાઢી શકું જેથી અમે સાથે મળીને જે પણ યોગ્ય પગલા લેવા જરૂર જણાશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું.

29 મેના રોજ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસ બિલ્ડીંગનું લોકાર્પણ થશે

શહેરના જામનગર રોડ પર પોલીસ હેડ કવાર્ટર ખાતે નવા બંધાયેલા ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસ મથકના બિલ્ડીંગનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુલ ઉદઘાટન કરવામાં આવશે જેમાં રાજયના મંત્રી અરવિંદ રૈયાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.

સ્વાગત સલામી માટે ઉપસ્થિત બેન્ડમાં સંખ્યા ઓછી

પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળવા રાજકોટ આવ્યા ત્યારે તેમના સ્વાગત સલામી માટે સર્કીટ હાઉસ ખાતે પોલીસ બેન્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામની સલામી ઝીલ્યા બાદ બેન્ડ માસ્ટરને પોલીસ બેન્ડમાં કેટલી સંખ્યા હોવા જોઇએ તે અંગે કરેલા સવાલથી પોલીસ સ્ટાફ મુંઝવણમાં મુકાઇ ગયાનું જોવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.