Abtak Media Google News

રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વોર્ડ નં.9ના જાગૃત તેમજ લોકલાડિલા નગરસેવક પુષ્કરભાઇ પટેલનો આજે જન્મદિવસ છે. તા.7/09/1975ના રોજ જન્મેલા પુષ્કરભાઇ આજે પોતાની સફળ અને યશસ્વી કારકિર્દીના 47 વર્ષ પૂર્ણ કરી 48માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લી ત્રણ ટર્મથી ભાજપના કોર્પોરેટર તરીકે તોતીંગ લીડથી વિજેતા બની રહ્યા છે.

Advertisement

પુષ્કરભાઇ પટેલ નાનપણથી રાષ્ટ્રભાવનાને વરેલા છે. તેઓની નસેનસમાં સેવા વહી રહી છે. તેમના પિતા હરિભાઇ પટેલ પૂર્વ સાંસદ રહી ચુક્યા છે. જ્યારે માતા મંજુલાબેન પટેલ રાજકોટ મહાનગર પાલિકાના મેયર તરીકે ફરજ બજાવી ચુક્યાં છે. વર્ષ-2010માં પુષ્કરભાઇ પ્રથમ વખત વોર્ડ નં.8માંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખી ભાજપે તેઓને પ્રથમ ટર્મમાં જ બાંધકામ સમિતિ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનની જવાબદારી સોંપી હતી. જેમાં તેઓ સફળ રહ્યા હતાં. 2015માં તેઓ વોર્ડ નં.9માંથી ભાજપના પ્રતિક પરથી ચૂંટાઇ ફરી નગરસેવક બન્યા હતાં. 2015થી 2018 સુધી તેઓને ભાજપ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી.

અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓએ રાજકોટમાં વિકાસ કામોની હારમાળા સર્જી દીધી હતી અનેક લોકહિતના નિર્ણયો પણ લીધા હતાં. વર્ષ-2021માં યોજાયેલી મહાપાલિકાની ચૂંટણીમાં તેઓ ફરી વોર્ડ નં.9માંથી રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા. નવી ટર્મમાં ફરી એક વખત ભાજપ હાઇકમાન્ડ દ્વારા તેઓને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ છેલ્લા દોઢ વર્ષથી ઘડી સમિતિના ચેરમેન તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. આજે તેઓના જન્મદિવસ નિમિતે સાથી પદાધિકારીઓ અને નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતાં. સવારથી તેઓ પર અભિનંદનવર્ષા થઇ રહી છે. તેઓ જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે. તેઓના મોબાઇલ નં.98793 77777 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.