રાજકોટ: રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ખેલૈયાઓને હા…મોજ….હા

રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટમાં ભારે ઉમંગથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન ચોથા નોરતે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં જલારામ ભક્તોનો મહાસાગર ઘૂઘવ્યો હતો. આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને વધાવવા રઢીયાળી રાત્રે પારિવારિક માહોલમાં સંગીતની સુરાવલિ સાથે સમસ્ત લોહાણા સમાજના ખેલૈયાઓ મન મૂકીને રાસોત્સવ માણ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને મુખ્ય આયોજક પરેશભાઇ વિઠલાણીની જુગલબંધીએ તેરે જૈસા યાર કહાં ગીત ગાઇ ખેલૈયા અને દર્શકોનું મનોરંજન પુરૂ પાડ્યું હતું. આ રાસોત્સવમાં લાખેણા ઇનામોની વણઝાર પણ કરવામાં આવી હતી. રાસોત્સવની શરૂઆતમાં ફોર સ્ટેપ, સિક્સ સ્ટેપ, પોપટીયું, ટીટોડો લઇ લોહાણા સમાજ મન મૂકીને ઝૂમી ઉઠ્યો હતો.

રઘુવંશી રાસોત્સવમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ સજ્જ ખેલૈયાઓએ દર્શકોને અભિભૂત કર્યા હતા અને ફક્ત રઘુવંશી પરિવાર રાસોત્સવમાં જોવા મળતા મેટલ અને વોટર ડ્રમ વગાડી હાર્દિક મહેતાએ ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

વિશાળ ગ્રાઉન્ડ, અતિ આધુનિક ડેકોરેટીવ લાઇટીંગ ઇફેક્ટે ખેલૈયાઓને જ નહીં પણ દર્શકોના હૈયાઓને પણ હીલોળે ચડાવ્યા હતા. સંપૂર્ણ પારિવારિક માહોલ અને સલામતી સુરક્ષાના સજ્જડ આયોજન ઉપરાંત ખ્યાતનામ ઓરકેસ્ટ્રા મેડ મ્યુઝિકના સથવારે જાણીતા ગાયકવૃંદ અને રોશનીના ઝળહળાટ વચ્ચે રઘુવંશી ખેલૈયાઓએ અવનવા સ્ટેપ રમી મા જગદંબાની આરાધના કરી હતી.

રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા આયોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે પાર્થ પૂજારા, વેલડ્રેસ ગર્લ્સમાં દિક્ષા જીમુલિયા જ્યારે જૂનિયર ખેલૈયામાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે ઉર્વીલ અભાણી, ગર્લ્સમાં ધૈર્યા હદાણી, વેલડ્રેસ જુનિયર બોયઝમાં સૌમ્ય અનડકટ, વેલડ્રેસ જુનિયર ગર્લ્સમાં સાચી કોટક સહિતના ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતાં. રઘુવંશી પરિવાર રાસોત્સવના આયોજકોના આમંત્રણને માન આપીને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઇ પૂજારા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, કોર્પોરેટર નેહલ શુક્લ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, જલારામ રઘુકુળ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઇ પાબારી, ગોંડલ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ પ્રહલાદભાઇ પારેખ, ધર્મેન્દ્રભાઇ મીરાણી, અજયભાઇ કારીયા, રાજેશભાઇ પૂજારા પરિવાર સાથે ઉપસ્થિત રહી રાસોત્સવની શોભા વધારી હતી તેમજ ડાયાલાલ કેસરીયા, મુકેશભાઇ પૂજારા, હિતેષભાઇ કક્કડ, જવેલદિપ જ્વેલર્સના માલિક અમિતભાઇ રૂપારેલિયા, પપ્પુભાઇ કેસરીયા, રેમન્ડ શોપીંગ પોઇન્ટના માલિક અશ્ર્વિનભાઇ બગડાઇ, વિજયભાઇ કારીયા, રાજુભાઇ થાવરીયા, સંદિપભાઇ લાખાણી, ભરતભાઇ કોટક, ગોપાલભાઇ નથવાણી, અશ્ર્વિનભાઇ બુદ્વદેવ, પાવન મસાલાવાળા (ગોંડલ) ચિરાગભાઇ સોનપાલ, ભારત સાયકલવાળા અનિકેતભાઇ રૂપારેલ પણ પોતાના સહપરિવાર ઉ5સ્થિત રહ્યા હતાં.