Abtak Media Google News

ઘંટેશ્વર સ્થિત નિર્માણ પામેલી નવી કોર્ટ બિલ્ડીંગમાં તમામ સગવડતાના મુદ્દે બિનવિવાદાસ્પદ એડવોકેટોને સુકાન સોંપવાની માંગ ઉઠી: સિનિયર અને યુવા એડવોકેટો વચ્ચેે ટકકર જામશે

રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી પુરી થતાં જ  આગામી તા. 16 ડિસેમ્બરે યોજાનારી બાર એસોસિએશનની 2023ની સાલની ચૂંટણીમાં હજી બે દિવસ પછી ફોર્મ ભરવાનું શરૂ થનાર છે ત્યારે  અગ્રણી ધારાશાસ્ત્રીઓ અને કાર્યકરોના મીટીંગના દોર શરૂ થઈ ગયા છે, તેમાં જુદા જુદા જૂથોની બનેલી  વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની આરબીએ પેનલ અને એક્ટિવ પેનલ દ્વારા ઉમેદવારો નક્કી કરી નંખાયા  હોવાનું  સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ સક્રેટરી જિજ્ઞેશ જોષીએ પણ પ્રમુખપદ દાવો કર્યો છે.

ઉપરોક્ત ચૂંટણીમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની આરબીએ પેનલ દ્વારા પ્રમુખપદ માટે પીઢ ધારાશાસ્ત્રી લલિતસિંહ જે. શાહી અને એક્ટિવ પેનલ દ્વારા બકુલભાઇ રાજાણી સહિતના હોદેદારોના ઉમેદવારો નક્કી કરી નંખાયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ બાર એસો.ની ચૂંટણી માટે અગ્રણી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ વચ્ચે  યોજાયેલી બેઠકમાં રાજકોટ બાર એસો.ની 16મી ડિસેમ્બર 2022ના રોજ યોજાનારી ચૂંટણીમાં શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની પેનલ ઉતારવાનું નક્કી થયું હતું, તે મુજબ પ્રમુખ માટે લલીતસિંહ જે. શાહી, ઉપપ્રમુખમાં એન. જે. પટેલ, સેક્રેટરીમાં દિલીપભાઈ જોષી, જોઇન્ટ સેક્રેટરીમાં જે.એફ.રાણા, ટ્રેઝરરમાં જી. આર. ઠાકર, લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવભાઇ શુક્લ તેમજ 9 કારોબારી સભ્યોમાં બિપીનભાઈ મહેતા, તુલસીદાસ ગોંડલિયા, નરેશભાઈ સીનરોજા, જયેશભાઇ દોશી, ગિરિશભાઈ ભટ્ટ, જી. એલ. રામાણી, જયંતભાઈ ગાંગાણી, મહર્ષિભાઈ પંડ્યા અને જશુભાઇ કરથીયાની પેનલ નક્કી કરવામાં આવી છે.બીજી તરફ પૂર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણી દ્વારા તેમના માર્ગદર્શક રહેલા અગ્રણી ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજની આજે દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન પાઠવવા સાથે રાજકોટ બાર એસોસીએશન -2023ની ચૂંટણી અંતર્ગત પ્રમુખપદ માટેની દાવેદારી નોંધાવનાર હોવાનું જણાવવા સાથે એક્ટિવ પેનલ’ના  ઉમેદવારોના નામો જાહેર કર્યા છે, તેમા પ્રમુખમાં બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખમાં સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરીમાં યોગેશભાઈ ઉદાણી, જોઈન્ટ સેક્રેટરીમાં વિરેનભાઈ વ્યાસ, ટ્રેઝરરમાં સુમીતભાઈ વોરા, લાઈબ્રેરી સેક્રેટરીમાં નિલેશભાઈ પટેલ અને 9 કારોબારી સભ્યોના ઉમેદવારોમાં વિવેકભાઈ સાતા, પિયુષભાઈ સખીયા, વિશાલભાઈ જોષી, વિમલભાઈ ડાંગર, ડી. સી. પરમાર, કલ્પેશભાઈ નસીત, નૃપેનભાઈ ભાવસાર, વિવેકભાઈ ધનેશા, રમેશભાઈ કાપડીયાનો સમાવેશ થાય છે.12 એસો.ની ચૂંટણીની ગતિવિધિ તારીખ 3 ડિસેમ્બરથી શરૂ થનાર છે, જેમાં જેમાં તારીખ ત્રણ થી છ ડિસેમ્બર બપોર બે વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, ત્યારે આ ચૂંટણીમાં આ સમયગાળા દરમિયાન નવા કોણ કોણ હરીફો ઝુકાવશે તે જોવાનું રહ્યું.

જિજ્ઞેશ જોષી ઝંપલાવે તેવી શક્યતા

રાજકોટ બાર એસોસિએશનમાં  બે વર્ષ સુધી સેક્રેટરી તરીકે સેવા આપી ચુકેલા જિજ્ઞેશ જોષી પણ પ્રમુખપદ માટે ઉભા રહેવાની જાહેરાત કરી ચૂક્યા છે, જો કે તેમણે પેનલની જાહેર કરી નથી ત્યારે તે પેનલ સાથે ચૂંટણી લડશે કે એકલવીર રહેશે તે ઉમેદવારી પત્રો ભરાય ત્યારે જ ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.