Abtak Media Google News

RTO દ્વારા વાહનોનું સઘન ચેકિંગ, ગત 1 માસમાં કુલ 1546 કેસમાં વસૂલ્યો 61.36 લાખનો દંડ

રાજકોટ RTOએ ગત એક માસમાં ઓવરલોડ વાહનો, પરમિટ વિનાના વાહનો સહિત જુદા – જુદા નિયમભંગના કુલ 1546 કેસમાં 61.36 લાખનો દંડ વસૂલ્યો છે. રાજકોટ RTOઓ દ્વારા શહેર અને શહેરની ભાગોળે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ગત એક માસમાં ઓવરલોડ વાહનોના 199 કેસ કરી 27.14 લાખનો દંડ વસૂલાયો છે.

તથા અન્ય કેસમાં ઓવર ડાઈમેન્શન કેસ 118 કરી 8.02 લાખ, રિફ્લેક્ટર/ રેડિયમ પટ્ટીના 158 કેસમાં 1.58 લાખ, અન્ડર એજ ડ્રાઈવિંગના 5 કેસમાં 15 હજાર, થર્ડ પાર્ટી વીમા વગરના 263 કેસમાં 5.26 લાખ, બેફામ ઝડપે વાહન ચલાવવાના 59 કેસમાં 1.32 લાખ, ભયજનક રીતે વાહન ચલાવવાના 46 કેસમાં 1.38 લાખ, પી.યુ.સી. ચેકિંગના 389 કેસમાં 1.94 લાખ, ફિટનેસ વગર વાહન ચલાવવાના 108 કેસમાં 5.40 લાખ, હેલ્મેટના 9 કેસમાં રૂ.4500, સીટ બેલ્ટના 82 કેસમાં 41 હજાર, મોબાઈલ પર વાત કરવાના 9 કેસમાં રૂ. 4500 સહિત કુલ 1546 કેસ છેલ્લા એક માસમાં કરવામાં આવ્યા હતા જેમાં કુલ 61,36,247ની વસૂલાત કરી છે.

RTOએ શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી સહિતના હાઈવે ઉપર આરટીઓની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમો તેમજ મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત જરૂરી નીતિ નિયમોનું પાલન કરાવવા સઘન ચેકિંગ દરમિયાન નિયમભંગ કરવા બદલ 1546 વાહનચાલક પાસેથી 61.36 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.