Abtak Media Google News

રાજકોટમાં છેલ્લા નવ વર્ષથી ગણેશોત્સવનું આયોજન થાય છે જેમાં આ વર્ષે માટીમાંથી ગણપતિ બનાવવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવા માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ નું આયોજન કરવામાં આવેલા છે. જેમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ નાની મોટી મૂર્તિઓ બનાવીને માટીના ગણપતિ બનાવવા ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને માટીની મૂર્તિના ગણપતિ ની સ્થાપના કરવા માર્ગદર્શન આપેલ હતું.

Vlcsnap 2022 08 31 14H25M18S767

નિધિ સ્કૂલમાં સતત 11 દિવસ સુધી સવાર સાંજ આરતીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તમામ બાળકોને પણ પીઓપી ગણપતિની મૂર્તિની બદલે માટીની મૂર્તિ ની સ્થાપના કરીને પર્યાવરણના રક્ષણ માટે પ્રિન્સિપાલ દ્વારા માર્ગદર્શન આપેલ હતું. આમ નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ માટીના ગણેશની પ્રતિયોગિતા નું આયોજન કરીને પર્યાવરણ પ્રેમી બન્યા.

Vlcsnap 2022 08 31 14H25M35S123

આદિત્ય વાઘેલા: નિધિ સ્કૂલના આદિત્ય વાઘેલા ધોરણ નવ માં અભ્યાસ કરે છે જેમને ગણેશ ચતુર્થી અને સવંતસરીના મહાપર્વ નિમિત્તે માટીના ગણેશ જીની સ્થાપના કરી અને નવ વર્ષ થી સતત ગણેશ મહોત્સવ ઉજવાતા હોય ને આ વર્ષે માટીના ગણપતિ બનાવી પર્યાવરણના રક્ષણ કરવાનો સંદેશો આપ્યો.

Vlcsnap 2022 08 31 14H27M11S769Vlcsnap 2022 08 31 14H26M16S456

યશપાલસિંહ(પ્રિન્સિપાલ):  રાજકોટની નિધિ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા તમામ રાજકોટ વાસીઓને ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવાનો સંદેશો આપ્યો; તેમજ માટીના ગણપતિ બનાવી અને સ્પર્ધાના ભાગરૂપે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં નિધિ સ્કૂલ દ્વારા પર્યાવરણને બચાવવા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના કરી રાજકોટવાસી ને અનોખો સંદેશો આપ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.