Abtak Media Google News

અબતકની મુલાકાત વેળાએ બારબેન્ડર જીમ સંચાલક અને યુવા પ્રતીભાઓએ આપી વિગતો

રાજકોટમાં બાર બેન્ડર જીમ સાથે જોડાયેલ બે હીરલાઓ પાવર લીફટીંગમાં દેશને મેડલ અપાવવા માટે આશાસ્પદ  બન્યા છે.અબતકની મુલાકાતે  આવેલ બાર બેન્ડજીમના  કોચ વત્સલભાઈ રાઈચુરા ભાર્ગવભાઈ, હેન્સીબેન કોરાટ અને અર્જુનભાઈ ધડુકે જણાવેલ કે સ્પર્ધામાં હેન્સી એ તેમની અદભુત શક્તિ અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું છે તેમજ કુલ પાંચ પ્રભવશાળી નવા રાષ્ટ્રીય રેકોર્ડ સેટ કર્યા છે.

Squat , Bench pressએ તેમની ઉત્કૃષ્ટ લિફ્ટ છે તેઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખી Power Lifting Community માં બળ તરીકે ગણના પાત્ર કરવામાં આવે છે.

Junior alvision માં હેન્સીએ સ્કોટ કેરિંગમાં 157.5 KG ની અત્યંત આશ્ચર્યજનક લિફ્ટ દ્વારા અગાઉના તમામ નેશનલ રેકોર્ડ ને તોડી નાખ્યા . આ ઉપરાંત જ્યારે 90.5સલ ની લિફ્ટ સાથે જુનિયર અને ઓપન બંને રેકોર્ડ તોડીને બેન્ચ પ્રેસ પર વિજય મેળવ્યો હતો તેમજ ઉયફમ 145KG ની સાથે સિલ્વર મેડલ મેળવેલ છે અહીં તેમની અસાધારણનું પ્રદર્શન જોવા મળે છે હેન્સીના આવા ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેમની બીજા કુલ 393 KG ના નવા રેકોર્ડ સ્થાપ્યા છે.તેમજ Asia માટે પણ કવોલીફાય થયા છે.

સબજુનીયર સ્પર્ધામાં માં અર્જુન (Weight Class 120KG + ) એ જિીફિં માં 207.12 KG તેમજ Bench press માં 130.12 કે.જી. ની તથા ઉયફમ 251સલ ( DeadLift 588.5 ) અત્યંત આશ્ચર્યજનક લિફ્ટ કરી જેમણે National Powerlifting Championship માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે તેમજ Asia માટે પણ Qualified થયા છે.

હેન્સી  કોરાટે અને અર્જુન ધડુક મેળવેલી આ વિશિષ્ટ સિદ્ધિ માત્ર Bar benders gym ને જ નહીં પરંતુ સમગ્ર રાજકોટને ગૌરવ આપનારી છે પાવર લીફિટંગ ની રમતમાં સખત મહેનત શિસ્ત અને જુસ્સો એ તેણીના ઉત્કૃષ્ટ રેકોર્ડ અને ગોલ્ડ મેડલ મેળવવા જવાબદાર છે હેન્સી અને અર્જુન તેમના પ્રેરણા નિશ્ચય અને સમર્પણ સાથે તમામ એટલેથ્સ ને જણાવે છે કે કોઈપણ સપનાને વાસ્તવિકતામાં ફેરવી સિદ્ધિના શિખરો ચડી શકાય છે. ખૂબ ખૂબ અભિનંદન આવી અટુત સમર્પણ , અવિરત રીતે જ તમે પાવર લિફ્ટિંગની દુનિયામાં સિદ્ધિઓ મેળવતા રહો એવી શુભેચ્છાઓ હેન્સી અને અર્જુનને આંતરરાષ્ટ્રીયકક્ષાએ દેશને મેડલ અપાવવાનું સપનું છે.

મારે હવે દેશને મેડલ અપાવવાનું લક્ષ્ય સાધવું છે: હેન્સી કોરાટ

બારબેન્ડર જીમના કોચ વત્સલભાઈ રાયચુરાના માર્ગદર્શન હેઠળ મને સફળતા મળી હોવાનું જણાવી હેન્સીબેન કોરાટે જણાવેલ કે  મારે હવે દેશને ગોલ્ડમેડલ અપાવવાનું લક્ષ્ય સિધ્ધ  કરવા માટે પુરૂષાર્થ કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.