Abtak Media Google News

મ્યુનિ.કમિશનરને આવેદન આપતા ભાનુબેન સોરાણી અને પાર્થ બગડા

મહાપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને કોંગ્રેસ એનએસયુઆઇના અગ્રણી પાર્થ બગડા દ્વારા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બસમાં વિદ્યાર્થીઓને કોલેજ કે સ્કૂલ આવતી જતી વખતે ભોગવવી પડતી મુશ્કેલીઓ, પ્રદૂષણ અને તેની ગેરરીતિઓને લઈને પગલાંઓ લેવામાં આવે અને બસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી. વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને શાળા કોલેજો પાસે ચાલતી બસોમાં વધારો કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ.

આ આવેદનપત્ર પાઠવવા સમય વેળાએ યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ સાધરીયા, કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, અંકિત સોંદરવા, હર્ષરાજસિંહ જાડેજા, આત્મીય કોલેજ પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા સહિત  આગેવાનો આર્યન કનેરિયા, સમીર ચૌહાણ, દર્શ બગડા, માધવ અગ્રાવત, મીત સુધરા, કુણાલ ગોસ્વામી, કરણગીરી ગોસાઈ, સુજલ ગજ્જર, હાર્દિકસિંહ જાડેજા સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.