Abtak Media Google News

બજારમાં ઉપલબ્ધ કિંમતના ત્રીજા ભાગની કિંમતે બનાવ્યું કોરોઝોન ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ

વીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા સફળતાની વણથંભી વણઝાર. વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દવારા તૈયાર કરવામા આવેલ પ્રોજેક્ટ અંતગર્ત બનાવ્યુ એક લો-કોસ્ટ કોરોઝોન ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ જેના દ્વારા બાંધકામમાં મેટલ સ્ટીલમાં લાગતા કાટને માપી શકાશે  અને મજબૂતીમાં આવતા ઘટાડાને માપી, બાંધકામમાં જરૂરી સુધારા કરવામાં ઉપયોગી થશે. આર.સી.સી એ હાલના સમયમાં વપરાતું ખૂબ જ અગત્યનું મટીરીયલ છે અને આર.સી.સી.  સ્ટ્રક્ચરમાં કોરોજન એ ખૂબજ હાનિકારક છે અને જો આ માપી શકાય તો સ્ટ્રકચરને રીપેર કે મેન્ટેન કરવા માટેની વ્યવસ્થા વિચારી શકાય.

આ પ્રોજેક્ટ  માટે વિદ્યાર્થીઓને એસ.એસ.આઇ.પી. અંતર્ગત કુલ રૂપિયા 71,555/-ની ગ્રાન્ટ મળેલ છે. હાલ કોરોજન ટેસ્ટીંગ ઈક્વિપમેન્ટ ચાઇના, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશોમાંથી ઓછામાં ઓછી કિંમત એક લાખથી શરૂ થાય છે. જે વીવીપીના વિદ્યાર્થીઓ કાલાવડિયા સાવન, અકબરી સાવન,અભિ ડોડીયા, મંત્રમ વછરાજાની, ગૌતમ બારભૈયા, સત્યરાજસિંહ જાડેજા દ્વારા આશરે કિંમત રૂા. 30,000/- રૂપિયામાં બનાવશે.આ પ્રોજેક્ટને સિવિલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર  ભાર્ગવભાઈ ગોકાણી તેમજ પ્રોફેસર ડોક્ટર  જયસુખભાઇ મારકણા ગાઈડ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત પસંદગી પામ્યા છે.

આ ઇક્વિપમેન્ટ બનાવવા માટે કોપર ઇલેક્ટ્રોડ, સિલ્વર ઇલેક્ટ્રોડ આરડીઓનો, હંતેક, સીપી વોલ્ટમીટર જેવા વિવિધ ઉપક્રમોનો ઉપયોગ થયો છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં બાંધકામને મજબૂત બનાવવા માટે બહુજ ઉપયોગી થશે.આચાર્ય ડો. તેજસ પાટલીયા ના માર્ગદર્શન અન્વયે  સિવિલ વિભાગ વડા  જીતેન્દ્ર મહેતા,  પ્રોફેસર ભાર્ગવભાઈ ગોકાણી તેમજ પ્રોફેસર ડોક્ટર   જયસુખભાઇ મારકણા અને  વીવીપી ના હૃદય સમા વિદ્યાર્થીઓને મળેલ સફળતા બદલ વીવીપીનાં  મેનેજીંગ ટ્રસ્ટી  લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી  કૌશિકભાઈ શુક્લ , ડો. સંજીવભાઈ ઓઝા,   હર્ષલભાઈ મણીઆર, ડો . નરેન્દ્રભાઈ દવે એ શુભેચ્છા પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.