Abtak Media Google News

સહકારી ક્ષેત્રમાં સતત ઘોંચ પરોણાના કારણે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાએ પ્રમુખ પદેથી હાંકી કાઢ્યા

રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરિયા દ્વારા રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ પદેથી બાબૂભાઇ નસીતને હાંકી કાઢતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

બાબુભાઇ નસીત છેલ્લા ઘણા સમયથી સહકારી ક્ષેત્રની કામગીરી ખાસ કરીને રાજકોટ લોધિકા ખરીદ-વેંચાણ સંઘની કામગીરીમાં અવરોધ ઉભા થાય તે પ્રકારનું કામ કરતા હતા. જેના કારણે તાલુકામાં સંગઠનની કામગીરી પર અસર થતી હતી. આ અંગે પ્રદેશ ભાજપ ઉપરાંત જિલ્લા ભાજપના હોદ્ેદારોએ પણ તેઓને આ પ્રકારની કામગીરી ન કરવા માટે તાકીદ કરી હતી. છતા તેઓએ સહકારી ક્ષેત્રમાં દખલગીરી કરવાની પ્રવૃત્તિ બંધ ન કરતા ભાજપને ભારે નુકશાન થવા પામ્યું હતું.

પક્ષની આબરૂનું ધોવાણ થયું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તાજેતરમાં રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઇ ઢોલરિયા દ્વારા ત્રીજુ નેત્ર ખોલવામાં આવ્યું હતું. બાબુભાઇ નસિતને તાલુકા ભાજપના પ્રમુખ પદેથી હાંકી કાઢવામાં આવ્યા છે.રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં નવા પ્રમુખની વરણી કરાયા બાદ ચોક્કસ જૂથ દ્વારા સંગઠનના નવા હોદ્ેદારોને વિવાદમાં રાખવાનો ખેલ પાડવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.