Abtak Media Google News
  • રેસકોર્સના મેદાનમાં પાંચ દિવસનો જલસો: 2 વર્ષ બાદ મેળો યોજાતા નાનાથી લઈ મોટા સૌ કોઈમાં ઉત્સાહ સાતમા આસમાને
  • લોકમેળાના ઉદઘાટન સમારંભમાં મંત્રી જીતુભાઈ વાઘાણી,  રાઘવજીભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી,  બ્રિજેશકુમાર મેરજા,  આર. સી. મકવાણા પણ રહેશે ઉપસ્થિત

આઝાદીનો અમૃત લોકમેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે બુધવારે થવાનું છે. આ લોકમેળો 5 દિવસ સુધી સૌરાષ્ટ્રવાસીઓને જલસો કરાવવાનો છે. છેલ્લા 2 વર્ષથી મેળો યોજાયો ન હોય આ વખતે નાનાથી લઈ મોટા સુધી તમામમાં ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે.

Gujarat Cm Bhupendra Patel To Meet Pm Modi, President Kovind And Other Leaders In Delhi Today | India News | Zee News

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દભાઇ પટેલના હસ્તે 17 ઓગસ્ટે સાંજે 5.00 વાગ્યે રેસકોર્સ મેદાન ખાતે “આઝાદીના અમૃત લોકમેળા” શુભારંભ થશે.

સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન પર આયોજિત “આઝાદીનો અમૃત લોકમેળો”

કોવીડ પરિસ્થિતિને કારણે બે વર્ષના લાંબા સમયગાળા પછી જયારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળાના ઉદઘાટન સમારંભમાં મંત્રી જીતુભાઈ વાઘાણી,  રાઘવજીભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી,  બ્રિજેશકુમાર મેરજા,  આર. સી. મકવાણા તથા મેયર  પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર ઉપસ્થિત રહેશે.

સંસદસભ્યો મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક,રામભાઈ મોકરીયા તેમજ ધારાસભ્યો કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ,  જયેશભાઈ રાદડિયા,  લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઈ વસોયા,  મોહંમદ જાવેદ પીરઝાદા, લલીતભાઈ કગથરા,  ઋત્વીક્ભાઈ મકવાણાની પણ આ સમારંભમાં પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.