Abtak Media Google News

ગેરકાયદે હથિયાર સપ્લાય કરતાં મધ્યપ્રદેશના એક શખ્સની રાજકોટ પોલીસે કુવાડવા હાઈવે પરથી ધરપકડ કરી છે. પોલીસને આરોપી પાસેથી 11 હથિયાર અને 30 જીવતા કારતુસ મળી આવ્યા હતા. જે હાલ પોલીસે કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

Whatsapp Image 2019 03 01 At 2.51.35 Pm 1ઘટનાની વિગત અનુસાર કુવાડવા રોડ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશનો શીવન ઉર્ફ શીવો ઈન્દરસિંગ અનસીંગ ડામોર નામનો યુવક હથિયારો સાથે ઝડપાયો હતો. પોલીસે આરોપી શીવન પાસેથી દેશી બનાવટની 10 પિસ્તોલ અને એક દેશી બનાવટી કટ્ટો અને 30 જીવતા કારતુસ મળી આવ્યા હતાં અને આ આરોપી રાજકોટમાં ગેરકાયદે હથિયાર પણ સપ્લાય કરતો હતો. હાલ પોલીસે આરોપી પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.