Abtak Media Google News

ગાયના ઘીમાં વેજીટેબલ ઘી અને અખાદ્ય કલર ડાઈની ભેળસેળ,ચાંદીના વરખ અને સીંગતેલમાં એફએસએસએઆઈના લોગો ન હતા: કુલ રૂ.૨.૯૦ લાખનો દંડ વસુલાયો

રાજકોટ મહાનગરપાસલિકા દ્રારા લેવાયેલા અને પરીક્ષણમાં અનસેફ જાહેર થયેલા ખાદ્યીચીજના નમૂનાઓમાં ચાર વેપારીઓને દંડ અને સજા ફાટકારવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરએ જામનગર રોડ પર બજરંગ વાડીમાં આવેલ “ભવ્ય ફરસાણ” માંથી  “ગાયનું શુદ્ધ ઘી” ના નમૂનાનુ પૃથક્કરણ માટે વડોદરા ખાતે મોકલ્યો હતો. જેમાં નોન-પરમિટેડ અખાદ્ય કલર ડાઈ ની ભેળસેળ મળી આવી હતી.નમૂનો “અનસેફ” તેમજ “સબસ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટ સમક્ષ ફોજદારી કેસ દાખલ કરવામા આવેલ. સદરહુ કોર્ટ કેસ ચાલી જતાં તમામ પુરાવાઓ અને પક્ષકારોની જુબાની વગેરે લક્ષમાં લઈ દુકાન માલિક અર્જુન ચેતનદાસ ધનવાણીને  તકસીરવાન ઠરાવી રૂ.૧ હજારનો દંડ તેમજ જુદી-જુદી કલમો હેઠળ કુલ બે માસ ની કેદ ની સજા ફરમાવેલ છે.

આ ઉપરાંત પરાબજાર વિસ્તારમાં આવેલ “કેપ્ટન એન્ટરપ્રાઇઝ” માંથી  આનંદ એન્ડ કું., દિલ્હી દ્વારા ઉત્પાદીત ખાદ્યપદાર્થ મીરા બ્રાન્ડ સીલ્વર લીવ્ઝ (ચાંદીનો વરખ) પર રતતફશ લોગો ન હોવાના કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો “મીસબ્રાન્ડેડ” જાહેર કરવામાં આવેલ. પેઢીના માલિક  નયનકુમાર પરસોતમભાઇ જાવીયા તથા ઉત્પાદક પેઢીના માલીક  વર્ષા તેજપાલ આનંદ સહિતના જવાબદારોને કુલ મળી રૂ.૭૫ હજારનો દંડ ફરમાવેલ છે. રૈયા રોડ પર “યશ એન્ટરપ્રાઇઝ” માંથી  બાલાજી ઓઇલ ઇન્ડ. દ્વારા ઉત્પાદીત ઝીલમીલ બ્રાન્ડ મગફળીનુ શુધ્ધ સીંગતેલના ૧૫ કિલો પેક્ડ ટીન પર રતતફશ લોગો ન હોવાના કારણેનમૂનો “મીસબ્રાન્ડેડ” જાહેર કરવામાં આવ્યો હતો.પેઢીના માલિક  આકાશ રાજેન્દ્રભાઇ માંડવીયા તથા ઉત્પાદક પેઢીના માલીક જયેશભાઇ ગોકળભાઇ ભૂત સહિતના જવાબદારોને કુલ મળી રૂ.૭૫ હજારનો  દંડ ફટકારવામાં આવ્યો છે. કોઠારીયા રોડ પર દેવપરામાં “એકોર્ડ હાઇપર માર્ટ ” માંથી , સવત્તા ફૂડ પ્રોડક્ટ્સ દ્વારા ઉત્પાદીત શ્રીકાન્ત બ્રાન્ડ પ્રીમીયમ ગાયનુ ઘી (પેક્ડ) માં અન્ય વેજીટેબલ ફેટની ભેળસેળ હોવાના કારણે “સબસ્ટાન્ડર્ડ”, તેમજ પેકીંગ પર બેસ્ટ-બીફોર/યુઝ-બાય ડેઇટ ન છાપેલ ન હોવાથી નમૂનો “મીસબ્રાન્ડેડ ફૂડ” પણ જાહેર કરવામાં આવ્યો હતો.  જવાબદાર ફૂડ બિઝનેસ ઓપરેટર અને નમૂનો આપનાર પેઢીના નોમીની સતિષભાઇ હંસરાજભાઇ ગજેરાને તથા પેઢીને, તેમજ સપ્લાયર, સુપર સ્ટોકીસ્ટ, માર્કેટર પેઢીને, તથા ઉત્પાદક પેઢીના માલીક  દિલીપભાઇ સવજીભાઇ વાડોદરીયા સહિતના જવાબદારોને કુલ મળી રૂ.૧.૪૦ લાખનોનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.