રાજકોટ: સદગુરૂ આશ્રમ ખાતે ભાદરવા માસમાં સવા બે લાખ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન

અબતક, રાજકોટ

સદગુરુ આશ્રમ માર્ગ પર આવેલ પ.પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરુ સદન ટ્રસ્ટ) રાજકોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૭-૯ મંગળવાર ભાદરવા સુદ ૧ થી તા. ૬-૧૦ બુધવાર ભાદરવા વદ ૩૦ (અમાસ) સુધીમાં ર,૨૫,૦૦૦ (બે લાખ પચ્ચીસ હજાર) હનુમાન ચાલીસાના પાઠ કરવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

આ હનુમાન ચાલીસાના પાઠ દરેક ધર્મપ્રેમી ભાઇ-બહેનોને  તથા ગુરુભાઇ- બહેનો દ્વારા ૨,૨૫,૦૦૦ ( બે લાખ પચ્ચીસ હજાર) હનુમાન ચાલીસાના પાઠ કરી વોટસએપ નં. ૯૫૮૬૩ ૦૮૧૭૮ માં નોંધાવવા અનુરોધ કર્યો છે.

તથા આ ૨,૨૫,૦૦૦ હનુમાન ચાલીસા પાઠની પુર્ણાહુતિ પ્રસંગે તા ૬-૧૦ બુધવાર ભાદરવા વદ ૩૦(અમાસ) ના દિવસે હોમાત્મક યજ્ઞ ૧૦૮ હનુમાન ચાલીસા સાથે ભગવાનને અર્પણ કરવામાં આવશે. યજ્ઞનું પુજન ૬.૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ ૮.૦૦ કલાકે, બાહુક બપોરે ૧૨.૩૦ કલાકે બિડુ હોમવાનો સમય ૧.૦૦ વાગ્યાનો રહેશે.

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પુણ્યનું ભાથુ બાંધી શકાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દુ:ખ, ભય, આધિ વ્યાધિ ઉપાધી વિગેરે દુર થાય છે.

દરેક ધર્મપ્રેમી ભાઇ-બહેનોને આ હનુમાન ચાલીસા પાઠ વધારેમાં વધારે કરી વોટસએપ નં. ૯૫૮૬૩ ૦૮૧૭૮ પર નોંધાવવા અનુરોધ કરાયો છે.