Abtak Media Google News

કાલે  સંકલિત મતદાર યાદી મુસદ્દાથી પ્રસિદ્ધ થશે: ઓગસ્ટના છેલ્લા બે તથા સપ્ટેમ્બરના પ્રથમ બે રવિવારે બૂથવાઈઝ ઝુંબેશ: મોબાઈલ એપથી થઈ શકશે મતદાર નોંધણી

 ચૂંટણી પંચ દ્વારા તા. 1-10-2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદી અંગેનો ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છેજે અન્વયે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુની યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં આગામી 12 ઓગસ્ટે સંકલિત મતદારયાદી મુસદ્દાની પ્રસિદ્ધિ થશે. આ યાદીમાં જે નાગરિકોને સુધારો કરવો હોય તેઓ 12મી ઓગસ્ટથી 11મી સપ્ટેમ્બર સુધીમાં પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. ચાર રવિવારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત 21મી ઓગસ્ટ, 28મી ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર તથા 11 સપ્ટેમ્બરના રોજ ખાસ વિવિધ મતવિસ્તારો તથા બૂથમથકો પર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં બૂથ લેવલ ઓફિસર મતદાન મથક પર સવારે 10થી સાંજે પ કલાક સુધી ઉપસ્થિત રહેશે. જેમની પાસે નાગરિકો મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, નામ કે સરનામા સુધારવા, નવા મતદારોની નોંધણી સહિતની કામગીરી કરાવી શકશે.

નાગરિકોએ કરેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો 26મી સપ્ટેમ્બર સુધીમાં નિકાલ કરવામાં આવશે.  4 ઓક્ટોબર સુધીમાં મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરાશે, તેમજ આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવામાં આવશે. સાથો સાથ ડેટાબેઝમાં અપડેટ તેમજ પૂરવણી યાદીઓ પણ જનરેટ કરવામાં આવશે. 10મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને મતદાર નોંધણી સહિતની પ્રક્રિયા કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી તરફથી અનુરોધ કરાયો છે. જેમની ઉંમર 1-10-2022ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તેમને અચૂક મતદારયાદીમાં નામ નોંધાણી કરાવવા અને મતદાનનો અધિકાર મેળવવા જણાવાયું છે.

માત્ર નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નંબર-6 જ્યારે વિદેશી ભારતીય નાગરિક દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ નંબર 6-એ ભરવાનું રહેશે. ઇલેક્શન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક કરાવવા માટે ફોર્મ નંબર6-બી ભરવાનું રહેશે. મતદાર યાદીમાંથી નામ કમી કરવા કે નવા દાખલ કરનારા નામ સામે વાંધો રજૂ કરવા ફોર્મ નંબર-7 ભરવું. મતદાર યાદીમાં દાખલ કરાયેલી વિગતો સુધારવા માટે ફોર્મ નંબર-8 ભરવું.

ઓનલાઈન ફોર્મ ભરવાની સેવા પણ હવે ઉપલબ્ધ બનાવાઈ છે. અરજદારો ઘરે બેઠા સરળતાથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકે છે. આ માટે ટઘઝઊછ ઇંઊકઙકઈંગઊ અઙઙ (ટઇંઅ) (વોટર હેલ્પલાઈન એપ) મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. જે લોકો દિવ્યાંગ છે તેમણે ઙઠઉ અઙઙ ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત દજ્ઞયિિાંજ્ઞિફિંહ.યભશ.લજ્ઞદ.શક્ષ તેમજ ૂૂૂ.ક્ષદતા.શક્ષ નો પણ ઉપયોગ કરી શકાશે. કોઈપણ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1950 પર સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.