Abtak Media Google News

૧રમાં ધોરણમાં અભ્યાસ કરતો નિશાંત અભાંગી ગોલ્ડ મેડલ મેળવનાર સૌથી નાનો વિઘાર્થી

ઇન્ટરનેશનલ ફિઝીકલ ઓલિોપિયાડ-૨૦૧૮ માં ભારતીય વિઘાર્થીઓએ ઇતિહાસ રચી દીધો છે. ર૧ વર્ષોમાં આવુ પહેલીવાર થયું છે. કોઇ દેશ તરફથી ઓલિપિયાડમાં ભાગ લઇ રહેલા બધા વિઘાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવશે. ઉલ્લેખનીય છે કે આ વિઘાર્થીઓમાં રાજકોટના નિશાંત ભાંગીનો પણ સમાવેશ થાય છે. ભારત તરફથી ફિઝીકલ ઓલિપિયાડમાં આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. મહત્વનું છે કે આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ૮૯ દેશોમાં ભારત ઉપરાંત માત્ર ચીન જ એવો દેશ છે જેના સ્પર્ધકોએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

પોર્ટુગલના લિસ્બનમાં આ વર્ષે ૪૯માં ઇન્ટરનેશનલ ફિઝીકલ ઓલિપિયાડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇના ભાસ્કર ગુપ્તા, કોટના લય જૈન, રાજકોટના નિશાંત અભાંગી, જયપુરના પવન ગોયલ અને કલકલત્તા સિઘ્ધાર્થ તિવારીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. દુનિયાભરમાંથી કુલ ૩૯૬ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૪ર વિઘાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યો.

ઓલિપિયાડમાં ભારતીય ટીમનનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફંડામેટલ રિસર્ચ (ટીઆઇએફઆર) ના નેશનલ સેંટર હોમી ભાભા સેંટર ફોર સાયન્સ એજયુકેશનમાં સાયન્સ ઓફીસર પ્રવીણ પાઠકે કર્યુ છે, આ વર્ષ ઓલિપિયાડમાં ભારતીય ટીમે અસાધારણ પ્રદર્શન કર્યુ છે. પાઠકે વધુમાં કહ્યું કે, ૧૯૯૮ થી આપણે આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છીએ આવું પહેલીવાર થયું કે ટીમના બધા વિઘાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ અગાઉ ત્રણવાર આપણે ૪ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચુકયા છીએ.

ઉલ્લેદનીય છે કે ઇન્ટરનેશનલ ફિઝીકલ ઓલિપિયાડમાં ભાગ લેનાર વિઘાર્થી લય જૈન અને પવન ગોયલઆ વર્ષે જેઇઇ એડવાસમાં ટોપ ૧૦ માં સ્થાન પ્રાપ્ત કરી ચુકયા છે. તો બીજી તરફ ભાસ્કર ગુપ્તા અને સિઘ્ધાર્થ તિવારીનો પણ સારો રેંક રહ્યો છે. લય જૈન અમેરિકામાં એમઆઇડીમાં ભણવા જઇ રહ્યો છે. જયારે અન્ય ત્રણ વિઘાર્થીઓ એ આઇઆઇટી મુંબઇમાં પ્રવેશ મેળવ્યો છે. તો બીજી તરફ રાજકોટના નિશાંત અભાગી સૌથી નાની ઉમરના વિઘાથી છે તે ૧રમાં ધોરણમાં ભણે છે અને આઇઆઇટીની તૈયારી કરી રહ્યા છે.

સ્પર્ધા વિષે વાત કરતા ગોયલ જણાવે છે કે સ્પર્ધાનો પ્રાથમીક કિસ્સો થોડો મુશ્કેલ હતો પરંતુ થિયરીના પ્રશ્ર્નો સહેલા હતા. એમાં અમે ૩૦ માંથી ૨૯.૩૦ અંક પ્રાપ્ત કર્યા. આ બધા વિઘાર્થીઓની પસંદગી હોમી ભાભા સેંટર તરફથી કરવામાં આવી. હવે સેંટર તફરથી આ વિઘાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.