Abtak Media Google News

અમદાવાદ, સુરત અને રાજકોટના હજ્જારો પાર્ટીસીપેન્ટમાંથી કોમલે મેદાન માર્યું

ગુજરાતની મહિલાઓ માટે ૯૪.૩ માય એફ.એમ. દ્વારા આયોજીત સિંગીંગ હન્ટ માય એફ.એમ. સુર સિકંદર અંતર્ગત રાજકોટની કોમલ સુરીલા સુરોની સિકંદર બની છે. માય એફ.એમ. અંતર્ગત અમદાવાદ, રાજકોટ અને સુરતના આર.જે. દ્વારા ઘરે-ઘરે જઈને સુર સિકંદરના ઓડિશન કર્યા હતા. જેમાંથી પસંદ કરાયેલા પાર્ટીશીપેન્ટને અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે ગાલા ઓડિશન માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૧૬ પાર્ટીસીપેન્ટને ગ્રાન્ડ ફીનાલે માટે પસંદ કરાયા હતા અને અમદાવાદમાં ઘાટલોડીયા ખાતે માય એફ.એમ. સુર સિકંદરના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું હતું. આ ગ્રાન્ડ ફિનાલેમાં સુરત અને રાજકોટના સ્પર્ધકો પણ અમદાવાદ ખાતે ગ્રાન્ડ ફિનાલેમાં પરર્ફોમ કરવામાં આવ્યા હતા.

Img 20191011 Wa0004

માય એફ.એમ. સુર સિકંદરના ગ્રાન્ડ ફિનાલેમાં મુખ્ય મહેમાન અને જજ તરીકે ઉપસ્તિ ડો.પાયલ વખારીયા, ડો.હિરલ બ્રહ્મભટ્ટ, નિશી મહેતાની દેખરેખમાં કુશળતા સામે રાજકોટની કોમલ ખરી ઉતરી હતી અને માય એફ.એમ. સુર સિકંદરનો ખિતાબ જીતી હતી. આ તકે સુર સિકંદર કોમલ જણાવે છે કે, “આ કોમ્પીટીશનમાં મારો જે પ્રમ નંબર આવ્યો તેનો સંપૂર્ણ શ્રેય મારા પપ્પા દિલીપભાઈ, મમ્મી પ્રેમીલાબેન પાઠક અને મારા પતિ વિનય પંડયા તેમજ મારા તમામ સંબંધીઓ અને મિત્ર વર્તુળોને આપુ છું, આજે હું જે કાંઈ છું અને ભવિષ્યમાં જે પણ મુકામ પર હઈશ તે મારા સગા સ્નેહીઓ કી જ છે, આગળ હવે હું મુંબઈ ખાતે જે મેગા ઈવેન્ટ વાની છે તેમાં જઈશ. જેમાં બાદશાહ જેવા દિગ્ગજ કલાકારો સામે આખા ગુજરાતમાંથી રિપ્રેઝન્ટ કરીશ. મને બધાના આશિર્વાદ અને શુભેચ્છાની જરૂર છે. વધુમાં તેણે કહ્યું કે, આપ મને સોશ્યલ મીડિયામાં કોમલ પાઠક પંડયા તરીકે સર્ચ કરી શકો છો, યુ-ટયુબ પર મારી ચેનલ પણ આ જ નામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.