Abtak Media Google News

સુથાર સમાજ જીએચપી ગ્રુપ આયોજીત

સમાજ શ્રેષ્ઠીઓ અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ

રાજકોટમાં સુથાર સમાજની જી.એ.પી.ગ્રુપ દ્વારા સમાજના ભાઈઓ બહેનો માટે ગજજર રાસોત્સવ બાય બાય નવરાત્રી ૨૦૧૯નું વિરાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જાણીતા કલાકારોના સંગાથે ગજજરના સમાજના ખેલૈયાઓ પરંપરાગત પહેરવેશમાં સજજ થઈ ગરબે ધૂમ્યા હતા આ તકે વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ તથા ગજજર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન જી.ર્અચ.પી. ગ્રુપના પ્રમુખ યોગીનભાઈ છનીયારાએ જણાવ્યું હતુ કે આજે અમારા ગજજર સુથાર સમાજના સતત પાંચમા વર્ષે ગજજર રાસોત્સવ ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. એક દિવસીય રાસોત્સવમાં સમાજના અનેક ખેલૈયાઓ ઉમંગ સાથે ગરબે ધૂમી રહ્યા છે. જે ગજજર સમાજ માટે પ્રસંશનીય છે. અમને સ્પોનસર્સ, જ્ઞાતીજનો મિડિયરાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે તે બદલ તમામનો આભાર વ્યકત કરૂ છું. આ ગ્રાઉન્ડ ખાતે ૬ હજારથી વધુ ખેલૈયાઓ મનમૂકીને ઝુમી રહ્યા છે. તથા વિજેતા ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જાણીતા કલાકારોના સથવારે ગજજર સમાજના ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સજજ થઈ મનમૂકીને ગરબે રમે છે.તે જોઈ ખૂબજ આનંદ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.