Abtak Media Google News

રૂ.૭ લાખના મુદામાલ સાથે દસ શખ્સોને આરઆર સેલના સ્ટાફે ઝડપી લીધા: આઠ શખ્સો ફરાર: સ્થાનિક પોલીસમાં દોડધામ

રાજકોટના નામચીન શખ્સે બામણબોર પાસેના મેવાસા ગામે શરૂ કરેલી ઘોડીપાસાની જુગાર કલબ પર આરઆર સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડી દસ શખ્સોને રૂ.૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. આરઆરસેલના સ્ટાફના જુગાર અંગેના દરોડાથી સ્થાનિક પોલીસમાં દોડદામ થઇ ગઇ છે. દરોડા દરમિયાન આઠ શખ્સો ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં વર્ષોથી ઘોડીપાસાની જુગાર કલબ ચલાવતા અને તાજેતરમાં જ પોલીસે ધોસ બોલાવતા જંગલેશ્ર્વર વિસ્તારમાં ઘોડીપાસા જુગાર કલબના વાવટા વીટી બામણબોર નજીક મેવાસા ગામના અરજણ દેવશીની વાડી પાસે સરકારી ખરાબામાં ઘોડીપાસાની કલબ શરૂ કરી હોવાની બાતમીના આધારે આરઆર સેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલ, એએસઆઇ દિનેશ પટેલ, હેડ કોન્સ્ટેબલ સંદિપસિંહ રાઠોડ, અમિત કનેરીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

ઘોડીપાસાનો જુગાર રમતા ગોંડલના આસિફ નુરમામદ લુલાણીયા, જામનગરના મનિષ હસમુખ જાની, વાંકાનેરના મનોજ ભાણજી તમારીયા, મોરબીના ઇમરાન રજાક કાસમાણી, જંગલેશ્ર્વરના જાકીર ઇસ્માઇલ શેખ, મોરબીના પ્રકાસ નરભેરામ પટેલ, કિરીટ મનજી દેત્રોજા, અશોક રાજુ પલાણ, જામનગરના અબ્દુલ વાહિદ શમા અને ગોવિંદ રત્નમાં રહેતા બળવંત બાબુ ચોથાણી નામના શખ્સોને રૂ.૨.૮૩ લાખની રોકડ, સાત મોબાઇલ અને એક કાર મળી રૂ.૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસના દરોડા દરમિયાન ઘોડીપાસા જુગાર કલબના સંચાલક હનિફઘોડીના ભાઇ બસીર ઉર્ફે કાળીયો હુસેન જેતા, હબીબ કાળુ ઠેબા, ભવાની ચોકના બાપુ, અફઝલ, શરપ, તન્વીર મેમણ, મામો અને બાબરાનો નિલેશ નામના શખ્સો ભાગી જતા તેની શોધખોળ હાથધરવામાં આવી છે.આરઆરસેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જુગાર અંગે દરોડો પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ ગઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.