Abtak Media Google News

સાસુના પાડોશીની સગીર પુત્રીને પ્રેમજાળમાં ફસાવી રાજકોટના ગેસ્ટ હાઉસમાં લાવી હવસનો શિકાર બનાવી

ઉપલેટાના વાલ્મીકીવાસની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી રાજકોટના પરિણીત શખ્સે બાઇક પર રાજકોટ લાવી ગેસ્ટ હાઉસમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાના વાલ્મીકીવાસમાં રહેતા કંચુબેન ચીમનભાઇના રાજકોટના સદર વિસ્તારમાં રહેતા જમાઇ આશિષ જગદીશ ઘાવરી સામે સગીર બાળાનું બાઇક પર અપહરણ કરી રાજકોટના ગેસ્ટ હાઉસમાં લાવી બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ઉપલેટામાં કંચુબેન ચીમનભાઇના જમાઇ આશિષ જગદીશ અવાર નવાર ઉપલેટા સસરાને ત્યાં જતો હોવાથી તેના પાડોશમાં રહેતી ૧૫ વર્ષની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ગત તા.૨૧મી ફેબ્રુઆરીએ આશિષ ઘાવરી બાઇક લઇને ઉપલેટા પોતાના સાસુ કંચુબેનને ત્યાં ગયો હતો ત્યારે તેના પાડોશમાં રહેતી સગીર પ્રેમિકાને મિત્રના જન્મ દિવસની પાર્ટીમાં જવાના બહાને બાઇક પાછળ બેસાડી સુપેડી તરફ લઇ જઇ રહ્યો હતો ત્યારે સગીર બાળાના સંબંધી જોઇ જતાં સગીર બાળાને રાજકોટના ગેસ્ટ હાઉસમાં લઇ જઇ સગીર બાળાની ઇચ્છા વિરૂધ્ધ લગ્નની લાલચ દઇ બળાત્કાર ગુજાર્યા ફરિયાદમાં જણાવ્યું છે. રાજકોટના આશિષ જગદીશ ઘાવરી સામે પી.આઇ. એચ.જી.પલ્લાચર્યા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.