Abtak Media Google News

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પજવણી અંગે ગુનો નોંધી મિસ્ત્રી શખ્સની શોધખોળ

શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરાની પરિણીતાને વોટસએપ પર બિભત્સ મેસેજ મોકલી ડીપીમાં રાખેલા ફોટાનો દુર ઉપયોગ કરી અમદાવાદના શખ્સે પજવણી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અમદાવાદના મિસ્ત્રી શખ્સ સામે ઇન્ફોર્મમેશન ટેકનોલોજી એકટ અને પજવણી અંગે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેલનાથપરામાં રહેતી સોનીયાબેન શેરસીંગ બેરના નામની ૨૫ વર્ષની પરિણીતાએ અમદાવાદ સાબરમતી વિસ્તારના કબીર ચોક કનૈયાલાલની ચાલમાં રહેતા દિપક અશોક મિસ્ત્રી સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સોનીયાબેન બેરનાએ પોતાના મોબાઇલના ડીપીમાં રાખેલા ફોટાનો દુર ઉપયોગ કરી વોટસએપમાં બિભત્સ મેસેજ મોકલીને પજવણી કર્યાની તેમજ તેના પિયર ગઇ ત્યારે તેનો પીછો કરી હેરાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બી ડિવિઝન પી.એસ.આઇ. પી.બી.જેબલીયાએ અમદાવાદના દિપક મિસ્ત્રી સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.