Abtak Media Google News

રાજુલા જાફરાબાદ શહેર અને તાલુકાના મોટાભાગના ગામોમાં સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન ઠપ્પ થઇ ગયેલ હતું છેલ્લા ત્રણ દિવસના વરસાદ બાદ આજે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો રાજુલા જાફરાબાદમાં વરસાદમાં જયા જુઓ ત્યાં પાણી પાણી જ દેખાય રહેલ હતું. જેમાં આજનો દિવસ વિરામ થતા લોકો જીવન જરુરી ચીજવસ્તુઓ લેવા નિકળ્યા હતા. તથા સતત બે દિવસ માલ ઢોર બંધાયેલા રહેલા હોય તેઓને પણ આજે રાત મળેલ હતી. રાજુલા-જાફરાબાદ તાલુકામાં ગત ર૪ કલાકમાં ૨૦૨ મીમી એટલે કે ૮ ઇંચ વરસાદ ખાબકેલ હતો જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલ હતો. આ સામે રોજે રોજનું પેટીયું રળતા મજુરીનો સ્થિતિ ખુબજ કફોડી થયેલ હતી. જો કે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં અત્યાર સુધીનો કુલ વરસાદ ૬૭૫ મીમી નોંધાયેલ છે. આ વરસાદના કારણે ધાતરવાડી-૧ ડેમ ભરાયાની તૈયારીમાં છે જયારે ધાતરવડી્ર-ર ડેમના દરવાજા ખોલવા પડેલ હતા.

ધાતરવડી-ર ડેમના દરવાજા ખોલવાને કારણે રાજુલાના વડ, ભચાદર, ઉચૈયા અને રામપરા-ર ગામો બેટમાં ફેરવાયેલ હતાં. આ ચાલુ વરસાદમાં રામપરા-ર ગામના સરપંચ સનાભાઇ વાઘ દ્વારા કેટાલક વિસ્તારોમાં પાણી ભરાતા જે.સી.બી. મારફત પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ વરસાદમાં ભેરાઇ ગામે જો કે વર્ષોથી વધારે વરસાદ પડે તો બન્ને બાજુઓના રોડમાં પાણી ભરાઇ જતાં રાજુલા અને શહેરો સાથેનો સંપર્ક તુટી ગયેલ હતો.

રાજુલા-જાફરાબાદ તાલુકામાં જોરદાર વરસાદને પગલે શાળા કોેલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવેલ હતી. જો કે હવે પાણી ઓસરી જતા આજથી શાળા કોલેજો રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.