Abtak Media Google News

રાજય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજી દાખલ કરવા મુખ્યમંત્રીને આહવાન કરાયું

ખાખબાઇ ગામના લોકો દ્વારા જણાવ્યું કે હાલ અમારે રાજુલાથી ખાખબાઇ જતો રોડ જે અંતર અમારે ફરીને જઇએ તો ૮ થી ૧૦ કી.મી. થાય અને તેમને લીધે ગ્રામજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેવી કે કોઇ પ્રસુતીની તકલીફ અને બીજી ઘણી એટલે કે ખેડુતોને બીજ બીયારણ ખાતર અને પાકેલો માલ સામાન લાવવા જઇ જવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડે છે આથી લોકોને આર્થીક નુકશાની ભોગવવી પડે અને ચોમાસમાં તો કોઇ ચીજ વસ્તુ લાવવા લઇ જવા માટે રીક્ષાવાળા ભાડુ આપવા છતાં કોઇ જવા માટે તૈયાર થતું નથી.

Advertisement

આ બધીજ સમસ્યાનું નીરાકરણ જો ખાખબાઇથી રાજુલા જતા જળાશય યોજના પરનો પુલ બાંધવામાં આવે તો બધી જ સમસ્યાનું નીરાકરણ આવી જાય છેલ્લા વીસ વર્ષથી સતત ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ મળેલ નથી આજથી અંદાજે વીસ વર્ષ પહેલા ડેમનું નિર્માણ કામ હાથ ધરવામાં આવેલ ત્યારે આ વાતનું એટલે કે ખાખબાઇથી રાજુલાના કાયમી રોડ અંગેનું કોઇ પ્લાનીંગ કરવામાં આવેલ નથી.અમે સરકારના વિવિધ કાર્યક્રમોમાં અમારા પ્રશ્ર્નની રજુઆત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.