Abtak Media Google News

રાખડી બાંધવા માટે આખો દિવસ શ્રેષ્ઠ : બ્રાહ્મણો શુભ મૂહુર્ત જનોઇ બદલશે

રાખડી બાંધવાના શુભ સમયની યાદી

સવારે ચલ ૮.૦૨ થી ૯.૩૮

લાભ ૯.૩૮ થી ૧૧.૧૩

અમૃત ૧૧.૧૩ થી ૧૨.૪૮

બપોરે : શુભ ૨.૨૩ થી ૫.૫૯

રાતે : શુભ ૭.૦૯ થી ૮.૩૪

અમૃત ૮.૩૪ થી ૧૦.૦૦

ધર્મસિંધુ ગ્રંના નિયમ પ્રમાણે શુભ સમયની યાદી

અપરાહન કાળ બપોરે ૨.૦૪ થી ૩.૪૬

પ્રદોશ કાળમાં સાંજે ૭.૦૯ થી ૮.૪૦ સુધી

શ્રાવણ સુદ પુનમને રવિવારના દિવસે રક્ષાબંધન છે. રવિવારના દિવસે પુનમ સાંજે ૫-૨૭ સુધી છે. ઉદયામ તિથી આખો દિવસ ગણાય છે. આ નિયમ પ્રમાણે આખો દિવસ રક્ષાબંધન ગણાય છે. આમ આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે.

આ વર્ષે રક્ષાબંધન એટલે મહત્વનું રહેશે કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ અને ગ્રહણનો દોષ ની આખો દિવસ શુભ છે.

રક્ષાબંધનના દિવસે ભુદેવો જનોઇ બદલાવશે તેમાં ઋગ્વેદીઓ પંચાંગના નિયમ પ્રમાણે શનિવારે અને શુકલ યજુર્વેદીય ભુદેવો રક્ષાબંધનના દિવસે સવારે જનોઇ બદલાવશે. ભુદેવો સંધ્યાપુજા કરી ઋષિપુજન કરી જનોઇમાં નવતંતુ દેવતાનું પુજન કરી જનોઇ બદલાવશે. સો ગાયત્રી મંત્રના જપ પણ કરશે.

ભુદેવો શિવાય બીજી જ્ઞાતીના લોકોએ જનોઇ ધારણ કરેલી હોય તો પોતાની જ્ઞાતીની રિવાજ પ્રમાણે આ દિવસે જનોઇ બદલાવી શકે છે.

રક્ષાબંધનના દિવસે બહેન ભાઇને રાખડી બાંધે છે અને તેનું આખું વર્ષ નિર્વઘ્નતા પુર્વક પસાર ાય તેવી ભગવાનને ર્પ્રાના કરે છે.એક વખતે દેવ અને દાનવો વચ્ચે જ ંગ યો દેવો હારવા લાગ્યા આ સમયે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધેલી અને વિજયની કામના કરેલી અને ત્યારબાદ ઇન્દ્ર યુધ્ધમાં વિજય પામ્યા.

રક્ષાબંધનના દિવસે જ નાળિયેરી પૂર્ણિમાં ગણાય છે. આમ જોઇએ તો રક્ષાબંધનના દિવસે ત્રણ  તહેવાર આવે છે. રક્ષાબંધન, શ્રાવણી એટલે જનોઇ બદલાવાનો તહેવાર, નાળીયેરી પૂજન

નાળીયેરી પુજનનો બીજો ર્અ સમુદ્ર પુજન માછીમારો અને સમુદ્રના વ્યાપારીઓ આ દિવસે દરિયાનું પુજન કરે છે. ફુલહાર અને નાળીયેર ચઢાવે છે અને આ દિવસી દરિયો ખેડે છે.

આમ જોઇએ તો બહેનને જે રાખડીનો કલર ગમે તે શુભ છે પરંતુ સો ભાઇની રાશી પ્રમાણે મેષ (અ.લ.ઇ.) પીળા તા લાલ કલરની રાખડી, વૃષભ (બ.વ.ઉ.) સફેદ કલરની રાખડી, મિુન (ક.છ.ધ.) લીલા કલરની રાખડી, કર્ક (ડ.હ.) પીળા સફેદ કલરની રાખડી, સિંહ (મ.ટ.) લાલ તા ગુલાબી કલરની રાખડી, ક્ધયા (પ.ઠ.ણ) લીલી તા બ્લુ કલરની રાખડી, તુલા (ર.ન.) લીલી, બ્લુ સફેદ કલરની રાખડી, વૃશ્ચિક (ન.ય.) લાલ, પીળા કલરની રાખડી, ધન (ભ.ફ.ધ.) કેશરી પીળી સફેદ કલરની રાખડી, મકર (ખ.જ.) બ્લુ તા લીલી કલરની રાખડી, કુંભ (ગ.શ.અ.) બ્લુ તા લીલા કલરની રાખડી, મીન (દ.ચ.ઝ..) કેશરી, પીળી, ગુલાબી કલરની રાખડી બાંધવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.