Abtak Media Google News

ગ્રંથમાં કવિતા, કથાઓ, ઉદાહરણો અને અનુભવોનું અજબ ગજબનું સંમિશ્રણ

‘પ્રેમ હાસીલ કરવા પહેલા મરવું પડે’ આ ગ્રંથના લેખક રમેશ મોહનાની છે આ ગ્રંથ રમેશ મોહનાની મહેનતનું ફળ છે. રમેશ મોહનાની મહેનતનું ફળ છે. રમેશ મોહનાની રાજકોટના એક સીંધી કુટુંબના નબીરા છે. જેમણે પોતાના પિતાના જામેલ કપડાના ધંધામાં જોડાવાના આસાન વિકલ્પને ઠુકરાવી પોતાના ભણતર પછી, જુદી જુદી ભાત ભાતની પ્રવૃત્તિઓ અને ધંધાઓ સમગ્ર વિશ્વમાં કર્યા ત્યાર પછી તેમણે પોતાના એક કોલેજ ખોલવાનો સ્વપ્નને મૂર્તરૂપ આપવા અને તે થકી નવી પેઢીના વિદ્યાર્થીઓમાં એક સફળતાની ભાવનો સૂર્યોદયા કરવા માટે કમર કસી. આ પુસ્તકમાં લેખકે વાંચક ને સમજાવ્યું છે કે પોતાના સ્વપ્નને સાકાર કરવા અને પોતાના લક્ષ્યને હાસીલ કરવા માણસ પાસે કયાં કયાં ગુણો હોવા જરૂરી છે. આ પુસ્તક એક સંપૂર્ણ પણે મૌલીક કૃતિ છે.જેમા નાની નાની કથાઓ છે. અને પબલીકરણ કરતા અવતરણો છે. આ ગ્રંથમાં મૌલીક કવિતાઓ પણ છે જે લેખકના અંદરનાં કવિથી પ્રેરીત છે અને દરેક કવિતા પુસ્તક માંહેના કોઈને કોઈ તત્વો કે વિષયાર્થ સાથે સંદર્ભ ધરાવે છે. આ એવું વાંચન છે જે કવિતા કથાઓ, ઉદાહરણો અને અનુભવોનું એક અજબ ગજબનું સંમિશ્રણ છે અને જે જીવન જીતવાની જડીબુટ્ટી એક વલણની પ્રેરણા આપે છે.

લેખક વિષે:

ધરતી આપણને ખીલવાનો એક જ મોકો આપે છે. આપણે કાં તો ખુશીની મહેક આપણે ચોમેર પ્રસરાવીએ છીએ, કાંતો આપણે આપણી મુસીબતો ને અને વિડંબણાઓને રોતા રહીએ છીએ, પસંદગી આપણી છે. જીવન એ કોઈ વિડીયોગેમ ના રેસટ્રેકથી વધીને કંઈ નથી. આપણને પડકારવા માટે દરેક ખૂણે વિડંબણાઓ અને અવરોધો આપણી રાહ જોઈને ઉભા જ છે. આ પડકારો સાથેનો અનુભવ આપણને એક કુશળ ડ્રાઈવર કે વાહન ચાલક બનાવે છે. આપણા ચેતાતંતુઓ સ્થિર હોવા જોઈએ, આપણુ ધ્યાન સત્ય રીતે કેન્દ્રસ્થ હોવું જોઈએ અને આપણી દ્રષ્ટી સ્પષ્ટ અને સાફ હોવી જોઈએ, તો જ જીવનનો મહાન આનંદ આપણો થશે. હું કંઈ બહુ કુશળ લેખક નથી કે જેની પાસે અસામાન્ય વિચારો અને બહુ સક્ષમલેખન હોય. હું આ વિશ્વના અસ્મરણીય બગીચા માહેની એક તુચ્છ કળી છું, જે વિશ્વ અને ઉગતા જૂવાનિયાઓને સંદેશો દેવા માંગુ છું એ સંદેશો છે કે તમો જીવનમાં પ્રીસાઈઝ બનો અને જીવનને ભરપૂર ઓળખો અને માણો. પ્યાર કરો અને પ્રેમને સર્વત્ર દરેક દિશામાં વહેતો રાખો, અને તેવા તમામ નેગેટીવ તત્વોને જાકારો આપો જે આપને અંદરથી માનવજાતને પ્રેમ કરતા રોકે છે. એવી આદતો નો વિકાસ કરો જે આપને ખુશનુમા રાખે આપને બળ અને શકિત પ્રદાન કરે આપને ઉપચારાત્મક બનાવે અને આપને ડાયનેમિક બનાવે. પ્રેમ કરવા માટે આપણે પહેલા મરવું પડે આપણા પોતાના અંત:કરણમાં આપણા જીવનને પુન:જીવિત કરે તેવા જ‚રી તત્વોથી આપણા જીવનને ભીંજવી દઈએ અને આપણી મુસાફરીને આ ગ્રહ પર સક્ષમ, સ્વપ્નશીલ અને તેજોમય બાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.