Abtak Media Google News

ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન અને સંતોષ એ જ રીઝલ્ટ એડ.ની સફળતા: ૧૦ કલાયન્ટથી શરૂ થયેલી કંપની આજે ૩૫૦ થી વધારે કલાયન્ટસ ધરાવે છે: પુર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરાની નિશ્રામાં પરીણામદર્શક એડવર્ટાઈઝીંગનાં નિષ્ણાંત જીતુભાઈ કોઠારી અને વહીવટમાં કુશળ એવા મેહુલભાઈ દામાણીની અનન્ય સિઘ્ધી

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, બારે બુધ્ધિ, સોળે શાન અને વીસે વાન. વ્યક્તિ, કંપની, પેઢી, સંસ્થા જયારે બે દાયકા પૂર્ણ કરે ત્યારે વ્યક્તિ હોય તો સમાજમાં અને કંપની હોય તો માર્કેટમાં પૂર્ણપણે ખિલે છે. રીઝલ્ટ એડ. કંપની બે દાયકા પૂર્ણ કરીને ૨૧માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે નુવયુવાન બની છે. યુવાનીમાં જોશ, જોમ અને નવા જુસ્સા સાથે આ કંપની વધુને વધુ સફળતાની ઉંચાઇ સર કરવા કટિબધ્ધ છે. આ માત્ર કંપનીના સંચાલકો કે સ્ટાફના કારણે નહીં પણ ગ્રાહકોના સહકારના કારણે શકય બન્યુ છે. બે દાયકાની સફરમાં રીઝલ્ટ એડ. ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન સાથે સંતોષ આપવામાં સફળતા નીવડી છે.

Advertisement

પ્રગતિશીલ રાજકોટમાં આજથી ૨૦ વર્ષ પહેલા એટલે કે રપ-૧૦-૧૯૯૯નાં રોજ, હૈયામાં હામ અને આંખોમાં સ્વપ્ન સાથે  માર્કેટીંગ કિંગ જીતુભાઇ કોઠારી અને મેનેજમેન્ટ ગુરુ મેહુલભાઇ દામાણી નામના બે મિત્રોએ ગ્રાહકોના વિકાસની સાથો સાથ પોતાનો પણ વિકાસ થાય તેવા ઉમદા ધ્યેય સાથે નાના પાયે રિઝલ્ટ એડ નામની પેઢીની સ્થાપના કરેલ.

ર૦૦૧માં રાજકોટના પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરાનું માર્ગદર્શન સાંપડયું અને રીઝલ્ટ એડ. પ્રા.લી. નો દબદબાભેર પ્રારંભ થયો. આજે રિઝલ્ટ એડ. પ્રા.લી. પ્રમોશન અને જાહેરખબરના ક્ષેત્રે એક અગ્રીમ કક્ષાનું અને સૌથી ચહિતું નામ બની ગયું છે. માત્ર ૧૦ કલાયન્ટસના કામ સાથે શરૂ કરાયેલ પેઢી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્વરૂપે વિકાસ પામી આજે ૩૫૦ થી વધુ કલાયન્ટસને ઉત્કૃષ્ઠ સેવાઓ આપી રહી છે. કલાઈન્ટસને પરીણામદર્શક જાહેરાત દ્વારા તેઓનાં વ્યવસાયને ટારગેટ સુધી પહોંચવામાં રીઝલ્ટ એડ.પ્રા.લી. સતત મદદરૂપ બનતી આવી છે. વધુમાં ગ્રાહકોને નવતર ડીઝાઈનીંગ, ક્રિએટીવ આઈડીયાઝ, યથાર્થ એડ.પોઝીશનીંગ, ઉત્કૃષ્ઠ સર્વિસ તેમજ ઉત્સાહી અને કાર્યદક્ષ સ્ટાફ થકી છેલ્લા ૨૦ વર્ષમાં અપાર સંતોષ મળેલ.

માર્કેટિંગનું બેકગ્રાઉન્ડ ધરાવતા જીતુભાઇ અને મેહુલભાઇએ આ આગવી કુશળતા હાંસલ કરી છે અને એમની પેઢીનું નામ સાર્થક કર્યુ છે. રીઝલ્ટ એટલે પરિણામ. લોકો જાહેરખબર પર ખર્ચ કરે તો તેમને પરિણામ જોઇએ અને શ્રેષ્ઠ પરિણામ કે રિસપોન્સ અપાવવામાં રીઝલ્ટ એડની માસ્ટરી છે જે એમને અન્ય જાહેરખબર એજન્સીઓથી અલગ પાડે છે. રાજકોટમાં છેલ્લા બે દાયકામાં સૌથી વધુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો કે રાજકોટમાં આજ સુધીના સૌથી વિશાળ પ્રોપર્ટીફેરનું આયોજન કરવા જેવી અનોખી સિઘ્ધીઓ રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. એ મેળવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વિજ્ઞાની ડો. એ.પી.જે. અબ્દુલ કલામ યુવાનોને કાયમ કહેતા કે, “સપને વો નહીં હૈ જો આપ નીંદ મે દેખે, સપને વો હૈ જો આપકો નીંદ હી ન આને દે કંઇ આવા જ સફળતાના સપના સાકાર કરવા રીઝલ્ટ એડ.ના જીતુભાઇ કોઠારી અને મેહુલભાઇ દામાણીએ રાત-દિવસ જોયા વગર મહેનત કરી, દીર્ઘદ્રષ્ટિ દ્વારા રાજકોટ કે સૌરાષ્ટ્રમાં જ નહીં, ગુજરાતભરમાં રીઝલ્ટ એડ. કંપનીને નવી ગરીમા અપાવી ત્યારે ડો. કલામ સાહેબનું વાકય સાર્થક થતુ લાગ્યુ કે, સપને વો હૈ જો આપકો નીંદ ન આને દે….. આજે રીઝલ્ટ એડ. ની સફર મંદ નથી પડી, ગતિ ધીમી નથી પડી. રીઝલ્ટ એડ. કંપની વધુ યુવાન બની છે.

અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જેમ રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.માત્ર એક પેઢી કે કંપની જ નથી બની રહી પરંતુ સામાજીક જવાબદારી નીભાવવાનું ઉદ્રૂત કાર્ય પણ બજાવે છે. દેશભકિતના ગીતો પર ડાન્સ કોમ્પિટિશન અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ મા-બાપને ભૂલશો નહીં તથા “દિકરી વ્હાલનો દરિયો જેવા અનોખા કાર્યક્રમનું આયોજન રિઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.એ કર્યુ હતું તો જૈન સોશ્યલ ગ્રુપના માઘ્યમે પણ સામાજીક પ્રવૃત્તિઓ માટે રિઝલ્ટ એડ.ના જીતુભાઇ અને મેહુલભાઇ સતત તત્પર રહે છે.

તો સાથો સાથ છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી દરમ્યાન ફકત જૈનો દ્વારા અને ફકત જૈનો માટે જૈનમ દ્વારા આયોજીત રાસોત્સવની ભવ્યાતિ ભવ્ય સફળતામાં પણ રીઝલ્ટ એડ.પ્રા.લી.નાં ડીરેકટર જીતુભાઈ કોઠારી અને મેહુલભાઈ દામાણીનો મહત્વનો ફાળો રહેલ.

વીસમા વર્ષે યોગ એવો સર્જાયો છે કે, ૨૫ ઓકટોબર, રીઝલ્ટ એડ. ના સ્થાપના દિવસે માઁ લક્ષ્મીજીની પૂજાનું પવિત્ર પર્વ ધનતેરસ છે. ધનતેરસે માત્ર લક્ષ્મીજી જ નહીં, આરોગ્યના દેવતા ધન્વન્તરીનું પણ પૂજન થાય છે. રીઝલ્ટ એડ. એમના વિશ્ર્વસનીય કલાઇન્ટ્સ માટે તંદુરસ્તી અને ધનદુરસ્તી ની કામના કરે છે.

રીઝલ્ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી. ૧૧૧-૧૧૨-અમીધારા, કેનાલ રોડ, રાજકોટ. ફોન : ૨૨૩૦૦૮૦,  ૨૨૪૨૮૭૫ રમેશભાઈ રૂપાપરા-૯૮૨૪૦ ૫૬૫૬૫, જીતુ કોઠારી-૯૮૨૫૦ ૭૬૩૧૬ અને મેહુલ દામાણી-૯૮૨૫૦ ૭૯૬૧૫ ઉપર અનરાધાર અભિનંદન વરસી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.