Abtak Media Google News

હળવદ નગરપાલિકાના પ્રમુખની ટર્મ પુરી થતી હોય ત્યારે આજે નવા પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડકની વરણી કરવામાં આવી હતી

Advertisement

હળવદ નગરપાલિકાની અઢી વર્ષ પહેલાં યોજાયેલા ચૂંટણીમાં ૧૮ સદસ્યો ભાજપના ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ૧૦ કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા હતા જેથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોય જેને લઈ પ્રમુખ પદે હિનાબેન રાવલ ની પસંદગી કરવામાં આવી હતી જોકે પ્રમુખ પદનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતો હોય ત્યારે આજે નવા પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી

જેમાં પ્રમુખ પદે રમેશભાઈ પટેલ, ઉપપ્રમુખપદે રેખાબેન સોલંકી, કારોબારી ચેરમેન પરદે અશ્વિનભાઈ દલવાડી અને દંડક તરીકે મનુભાઈ રબારી ની નિમણૂક કરવામાં આવી છે

જેથી નવા વરાયેલા પાલિકાના હોદેદારોને ભાજપના અગ્રણીઓ થી માંડી કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતીઆમ તો હળવદ પાલિકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય પરંતુ જૂથવાદને લઈ પ્રમુખ પદની ભારે ખેંચતાણ ચાલતી હતી તેવામાં ધારાસભ્ય નું ગ્રુપ પ્રમુખ પદ મેળવવામાં હાલ તો સફળ થયું છે

એક સમયે તો એવી પણ શહેરમાં ચર્ચા વહેતી થઈ હતી કે પ્રમુખપદ મેળવવા ભાજપના બંને જૂથ જરૂર પડે તો કોંગ્રેસના સદસ્યોને સત્તામાં ભાગીદારી આપી સમર્થન પણ માંગશે  પરંતુ આજે તે તમામ અટકળોનો અંત આવ્યો છે અને આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હોય તેમ ઉપરથી જે આદેશ આવ્યો તે પ્રમાણે જ બધું થઈ ગયું છે.!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.