Abtak Media Google News

રાજુલાનગર પાલીકામાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરણી થવા પામી છે.

જેમાં પ્રમુખ તરીકે આહિર સમાજના યુવા અગ્રણી ઘનશ્યામભાઇ લખાણોમાં અને ઉપપ્રમુખ તરીકે લોહાણા સમાજના અને પ્રતિષ્ઠીત વ્યવહારી અગ્રણી એવા દિપકભાઇ ઠકકર (પીન્ટુભાઇ) ના સર્વાનુમતે વરણી થયેલી છે. આ બન્ને અગ્રણીઓ સૌથ પ્રથમવાર નગર પાલિકાના સદસ્ય તરીકે ચુંટાઇને પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ચુંટાયેલા છે. તેઓ બન્ને ઉપર ખુબ જ અપેક્ષાઓ શહેરની જનતા રાખી રહેલ છે. અને આ બન્ને આગેવાનો રાજુલાની જનતાની અપેક્ષા મુજબ કામગીરી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

રાજુલાની જનતાઉ અંબરીશ ડેરની આગેવાનીમાં ર૮માંથી ર૭ સભ્યો સાથે ભારે બહુમતિથી નગરપાલિકાનો વહીવટ સોંપેલ જેમાં લોકોની સારા વહીવટી આશા સાથે બહુમતિ આપેલ જે અપેક્ષાઓ પુરી કરવાની જવાબદારી આ બન્ને યુવાનો ઉપર આવી હોય જેથી પ્રજાના કામો ઝડપથી અને સારી કવોલીટીના થાય તેવી પ્રજાની માંગ છે. પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી પ્રાંત અધિકારી કે.એસ. ડાભીના અઘ્યક્ષ સ્થાને ચીફ ઓફીસર ગૌસ્વામી તથા પાલીકા સ્ટાફની હાજરીમાં કરવામાં આવી હતી. જેમાં રાજુલા પી.આઇ. ઝાલા તથા ડુંગરના પીએસઆઇ સોલંકી દ્વારા પોતાની પોલીસ સ્ટાફ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોરાના સંક્રમણને કારણે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે રીતે ગર્લ્સ હાઇસ્કુલના સેન્ટ્રલ હોલમાં ચુંટણી યોજાઇ હતી. તમામ સદસ્યો તથા કર્મચારીઓ દ્વારા સુરક્ષાના ધોરણોસર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને તમામ પ્રક્રિયા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.