Abtak Media Google News

અજમેરના શખ્સે કામ માટે બોલાવી બે શખ્સોએ આચર્યુ દુષ્કમ: મોબાઇલમાં બિભત્સ રેકોર્ડીંગ કરી બ્લેક મેઇલીંગ કર્યાના આક્ષેપ

શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટના પાટીયા પાસે શ્રધ્ધા બિલ્ડીંગમાં કેટરર્સના કામ માટે આવેલી યુવતી પર અલિઝા પેલેસ ગેસ્ટ હાઉસમાં કેટરર્સ સંચાલકે બળાત્કાર ગુજાર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મુંબઇની વતની અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી યુવતી ગત નવેમ્બર માસમાં રાજકોટ કેટરર્સના કામે આવી હતી ત્યારે તેણી પર કેટરર્સ સંચાલક આસિફ શેખ અને જુનેદ ચિસ્તિયા નામના શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

સુરતની યુવતી અન્ય યુવતીઓ સાથે અજમેર કેટરર્સના કામે ગઇ હતી ત્યારે અજમેરના જુનેદ ચિસ્તિયાના પરિચયમાં આવતા બંને વચ્ચે મોબાઇલમાં વાતચીત થતી હતી. ગત નવેમ્બર માસમાં રાજકોટના કાલાવડ રોડ પર શ્રધ્ધા બિલ્ડીંગ ખાતે કેટરર્સનું કામ જુનેદ ચિસ્તિયાને મળતા સુરતની યુવતીને કામ માટે રાજકોટ બોલાવ્યા બાદ કાલાવડ રોડ પરની અલિઝા પેલેસ ગેસ્ટ હાઉસમાં જુનેદ ચિસ્તિયા અને આસિફ શેખે બળાત્કારના મોબાઇલમાં વીડિયો રેકોર્ડીંગ કરી બ્લેક મેઇલીંગ કરી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સુરત પોલીસે આસિફ શેખ અને જુનેદ ચિસ્તિયા સામે બળાત્કારનો ગુનો જીરો નંબરથી નોંધી વધુ તપાસ માટે યુનિર્વસિટી પોલીસને મોકલતા પી.આઇ. એ.એલ.આચર્યાએ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.