Abtak Media Google News

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોરબંદર, સોમનાથ ખાતેના તેઓશ્રીના કાર્યક્રમમાં જવા માટે વાયુસેનાના ખાસ વિમાનમાં આજે સવારે  રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોચતા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું લાલ જાજમ સાથે રાજકોટ મહાનગરપાલીકાના મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેરાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા  નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા એ ગુલદસ્તો આપી ઉસ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. રાષ્ટ્રપતિ સાથે શ્રીમતિ સવિતા કોવિંદ પણ પ્રવાસમાં  સાથે રહયા હતા. એરપોર્ટ ખાતેના સ્વાગત કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ પોરબંદર જવા વાયુસેનાના ખાસ હેલીકોપ્ટરમાં રવાના થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.