Abtak Media Google News

પાંચ દિવસની સ્થિરતા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

કચ્છનું ઐતિહાસિક ચાતુર્માસ પરિપૂર્ણ કરીને અમદાવાદ લાઠી આદિ ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટના ભાવિકોની વિનંતિને લક્ષમાં રાખીને 12મી જાન્યુઆરી એ સવારે 8:30 કલાકે મંગલ પ્રવેશ કરશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની રાજકોટમાં પાંચ દિવસની સ્થિરતા દરમ્યાન તારીખ 12મી જાન્યુઆરી એ સવારે 8.30 કલાકે , મહાપ્રભાવક  ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધના એવમ્ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે તારીખ 13મી અને 14મી જાન્યુઆરી એ પરિગ્રહ ત્યાગથી પાપ મુક્તિનું માર્ગદર્શન આપતી બે દિવસીય મીનીમાઈઝેશન  શિબિર ” સવારના 7:30 થી 8:30 કલાકે યોજાશે.

15મી જાન્યુઆરી એ સવારે 9:30 કલાકે સરદારનગર ઉપાશ્રયના આંગણે શાસનચંદ્રીકા પૂજ્ય  હીરાબાઈ મહાસતીજી – અનુમોદના અવસરનું આયોજન એવમ્ બપોરના 3:30 થી 05:00 કલાકે લુક એન લર્નના બાળકો તેમના માતા – પિતા એવમ્ દીદીઝ માટે સ્પેશ્યલ મેગા લુક એન લર્ન શિબિરનું આયોજન રાખવામાં આવ્યું છે.

વિશેષમાં, 100 દિવસમાં માત્ર 25 પારણા સાથે 75 દિવસના ઉપવાસરૂપ લઘુ સર્વતોભદ્ર તપની ઉગ્ર આરાધના પરિપૂર્ણ કરી રહેલાં ગુરુભક્ત  જીજ્ઞાબેન કલ્પેશભાઈ કામદારનો પારણા અવસર 16મી જાન્યુઆરી એ સવારે 9:30 થી 11:00 કલાક દરમ્યાન પારસ સોસાયટી હોલમાં યોજાશે .

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.