Abtak Media Google News

રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રસીલાબેન સોજીત્રાએ જીલ્લા પ્રમુખ ડી.કે. સખીયા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ મહિલા મોરબા પ્રમુખ જયોતિબેન પંડયા, પ્રદેશ ઉપાધ્યાય જશુમતીબેન કોરાટ સાથે ચર્ચા ક્રી જસદણ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને મહિલા અગ્રણી રમાબેન મકવારાની જીલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પદે નિયુકિત કરવામાં આવી છે.

આ નિયુકિતને કેબીનેટમંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ભુપતભાઈ ડાભી અને જીલ્લાના મહિલા હોદેદારો, સીમાબેન જોશી, મુકતાબેન વઘાસીયા, મીનાક્ષીબેન સોજીત્રા તેમજ તાલુકા શહેર મહિલા મોરચાના હોદેદારો, કારોબારી સદસ્યો વગેરેએ આવકારીને શુભેચ્છાઓ પાઠવેલ છે. મહામંત્રી પદે રમાબેન મકવાણાની નિયુકિતથી મહિલા મોરચાની કામગીરીને બળ પ્રાપ્ત થવાથી આ ટીમ રસીલાબેનના નેતૃત્વમાં ૨૦૧૯ની આવી રહેલી સંસદની ચૂંટણીમાં કેન્દ્ર અને પ્રદેશના કાર્યક્રમોને જન જન સુધી પહોચાડવામાં તમામ મહિલા હોદેદારો કટીબધ્ધ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.