Abtak Media Google News

મોટા મવા પાસે કર્ણાવતી પાર્ટી પ્લોટ રોયલ રજવાડી ગ્રાઉન્ડમાં આયોજન

રાજકોટમાં 7 ઓકટોબરના રોજ એક દિવસીય ક્ષત્રિય મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાલાવડ રોડ મોટા મૌવા પાસે કર્ણાવતી પાર્ટી પ્લોટ રોયલ રજવાડી ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય ગિરાસદાર અને કઠિ દરબાર સમાજના મહિલાઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 7 ઓકટોબરના રોજ રાત્રે સાંજે 7 થી 12 સુધી પરંપરાગત પોષકમાં ક્ષત્રિય ગિરાસદાર અને કાઠિ દરબાર સમાજના મહિલાઓને માં જગદંબાની આરાધના કરવાનું નિ:શુલ્ક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ રાસોત્સવનું આયોજન જયકિશનસિંહ ઝાલા અને ભરતસિંહ જાડેજા સાથે સહયોગી સંસ્થા ભગીની સેવા ફાઉન્ડેશન,રૂદ્ર શક્તિ મહિલા સેવા સંસ્થાન,રાજશક્તિ મહિલા મંડળ,જેસલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ,અખિલ ગુજરાત મહિલા મંડળ,ક્ષત્રિય મહિલા મંડળ ગોંડલ,સૂર્ય શક્તિ મહિલા ગ્રુપ,કાઠિ દરબાર સંસ્કૃતિ ગ્રુપ રાજકોટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે. સંસ્થાન દ્વારા રાજકોટ શહેરમાં વસતા ક્ષત્રિય ગિરાસદાર અને કાઠિ દરબાર સમાજના મહિલાઓને બહોળી સંખ્યામાં પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.