Abtak Media Google News

ધર્મની બેનના ઘેર પ્રસંગ હોવાથી મામેરામાં આપવા નાણા ઉપાડયા હતા

રતનપર કૃષ્ણનગરમાં રહેતા વૃધ્ધ બચતખાતામાં ઉપાડેલી ૧.૪૫ લાખની રકમ સહિત ભરેલી થેલી લઇને સુરેન્દ્રનગરમાંથી પસાર થતા હતા. ત્યારે કોઇ બે અજાણ્યા શખ્સોએ આંબેડકરચોક વિસ્તારમાં રિક્ષાની રાહ જોઇને ઉભા રહેલા આ વૃધ્ધને પાડી દઇને જરૂરી કાર્ડ તેમજ રૂ. ૧.૫૫ લાખની રકમ ભરેલી થેલીની ચોરી કરી નાસી છૂટતા ચકચાર ફેલાઇ હતી.

Advertisement

રતનપર કૃષ્ણનગર શેરી નં.૩માં ૭૦ વર્ષના રામશંકરભાઈ ડાયાલાલ જોષી પરિવાર સાથે નિવૃત જીવન પસાર કરી રહ્યાં છે. ત્યારે તેઓના પડોશમાં રહેતી દિકરીને તેઓએ ધર્મની બહેન બનાવી હતી. અને આ બહેનના દિકરાના લગ્ન પ્રસંગ હોવાથી તેના મામેરા માટે તા. ૨૬ નવેમ્બરને મંગળવારે દસેક વાગ્યે ઘેરથી નીકળી ચાલીને સુરેન્દ્રનગર દેનાબેંકમાં તેમના બચત ખાતામાંથી રૂ. ૧.૪૫ લાખની રકમ લગ્ન પ્રસંગમાં નાણાની જરૂર હોવાથી ઉપાડ્યા હતા. આ ઉપરાંત તેમજ તેમના પાકિટમાં રહેલી રોકડ ૧૦ હજાર સહિત થેલીમાં રૂ. ૧.૫૫ લાખની રકમ સાથેની થેલી લઇને જતા હતા.

દરમિયાન આંબેડકરચોક વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ રામશંકરભાઈ જોષીને ધક્કો મારતા તેઓ પડી ગયા હતા. પરંતુ તેઓ ઉભા થાય તે પહેલા તો બંને અજાણ્યા માણસો થેલી લઇને નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ખાતામાંથી ઉપડેલી રકમ રૂ. ૧.૪૫ લાખ, પોતાના પાકીટમાં રહેલા ૧૦ હજાર સહિત રૂ. ૧.૫૫ લાખની રકમ તેમજ તેમા રહેલા આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ ચૂંટણીકાર્ડ ભરેલી થેલીની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એન.બી.ડોડીયા ચલાવી રહ્યા છે. જિલ્લામાં એકલા વૃદ્ધ અને વૃદ્ધાને છેતરતી ગેંગ સક્રિય બની છે. જેના પગલે ચકચાર મચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.