Abtak Media Google News

સાયન્સ સિટીની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ

સાયન્સ સિટીમાં મશીન એન્જી., ગેલેરી નોબલ પ્રાઇઝ વિનર્સ ગેલેરી, રોબોટીક ગેલેરી, સિરામીક એન્ડ ગ્લાસ ગેલેરી, લાઇફ સાયન્સ ગેલેરી સહિત 6 ગેલેરીનો સમાવેશ

અબતક – રાજકોટ

Advertisement

રાજકોટ ખાતે તૈયાર થઇ રહેલા અનેક  મહત્વપૂર્ણ પ્રોજેકટો પૈકી માધાપર ગામ પાસે આકાર લઇ રહેલ સાયન્સ સીટીની મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું જાતનિરીક્ષણ આજરોજ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા કરાયું હતું.

રાજકોટ ખાતે માધાપર ગામ પાસે આવેલ ઇશ્વરીયા પાર્કની બાજુમાં કુલ 10 એકર વિસ્તારમાં સાયન્સ સીટી તૈયાર થઇ રહેલ છે. ગુજરાત કાઉન્સીલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કાર્યાન્વીત થઇ રહેલ આ પ્રોજેકટ અંગે પ્રોજેકટ ડાયરેકટર સુમીત વ્યાસ અને પ્રોજેકટ મનેજર જીનેશ ગાંધી પાસેથી કલેકટર અરૂણ મહેશ બાબુએ વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

સાયન્સ સીટીમાં મશીન એન્જીનિયરીંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ વિનર્સ ગેલેરી, રોબોટીક ગેલેરી, સીરામિક એન્ડ ગ્લાસ ગેલેરી, લાઈફ સાયન્સ ગેલેરી સહીત કુલ 6 ગેલેરીનો સમાવેશ થાય છે. જેમાં આ વિષયોને લગત વિસ્તૃત માહિતી મુલાકાતીઓને મળી રહેશે. સાયન્સ સીટીનો મુળ હેતુ લોકોમાં વિજ્ઞાન પ્રત્યે ઋચિ વધારવાનો છે.

આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી સહિત પ્રોજેકટ સંબધીત અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રોજેકટ તૈયાર કરનાર સંસ્થાનો સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.